Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ માટે પંજાબના મુખ્યમંત્રીએ જાતે બનાવ્યું ભોજન

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યાં છે. તેમજ પેરાલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યાં હતા. ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ ઉપર શુભેચ્છાઓની સાથે પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. જે તે રાજ્ય સરકાર મેડલ જીતનારા ખેલાડીઓનું રોકડ અને સરકારી નોકરી આપીને સન્માન કર્યું હતું. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા રાજ્યના ખેલાડીઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. જો કે, સૌથી મહત્વની વાત એ છે કે, ખેલાડીઓ માટે ભોજન મુખ્યમંત્રી અમરિંદરસિંહે જ બનવીને પીરસી હતી.

તેમણે કહ્યું હતું કે, ભોજન જે વાસણમાં બન્યું તેમાંથી સીધુ ડીસમાં પીરોસવામાં આવે તો સ્વાદ હંમેશા સારો લાગે છે. સીએમ અમરિંદરસિંહે વિવિધ વાનગીઓ ખેલાડીઓ માટે બનાવી હતી. તેમજ પોતાના ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલા ભોજનમાં તેમણે પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. ખેલાડીઓના સ્વાગત પહેલા જ અમરિંદર સિંહ ભોજન તૈયાર કરવામાં લાગી ગયા હતા. તેમણે દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓ માટે પોતાના હાથે ભોજન તૈયાર કર્યું હતું.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાને પણ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. ત્યારે નીરજ ચોપડાએ ભોજનના વખાણ કરીને ભોજન શાનદાર હોવાનું કહ્યું હતું. હરિયાણાના પાનીપત નજીકના ખંદરા ગામના નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડા વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારા બીજા ભારતીય ખેલાડી છે. તેઓ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં ભારતના પ્રથમ એથલીટ છે જેમણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.