Site icon Revoi.in

ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટ અને ટ્રેડ શોના સ્થળની મુખ્યમંત્રીએ કરી સ્થળ સમીક્ષા

Social Share

ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની  અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સોમવારે સ્થળ  મુલાકાત કરીને સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ,વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા.આ મુલાકાત વેળાએ નાણા મંત્રી  કનુભાઈ દેસાઈ,આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી  બલવંતસિંહ રાજપૂત,ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે.કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  મુકેશપુરી,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ.જે.હૈદર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ  મુકેશકુમાર, ટેકનિકલ શિક્ષણ કમિશનર  બંછાનિધિ પાની સહિત ઉચ્ચ અધિકારીઓ,પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ-2024ની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ત્યારે 200 કંપનીના સીઇઓએ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવા માટે તૈયાર થઈ ગયા છે. વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તાતા સન્સના એન.ચંદ્રશેખરન, સન ફાર્માના સ્થાપક અને એમ.ડી. દિલીપ સંઘવી, ગ્લોબલ સ્ટીલ કંપની આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને વેલસ્પન ગ્રુપના કો-ફાઉન્ડર બાલક્રિષ્ના ગોયેન્કા સહિતના વિશ્વની ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે.