- પીએ મોદી કોરોના પ્રભાવીત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આવતીકાલે ચર્ચા કરશે
- વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે વાતચીત
- દેશમાં એક દિવસમાં 1 લાખથી વધુ દર્દીઓ સાજા થયા
- સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા આપવામાં આવી માહિતી
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, એક તરફ કોરોના વાયરસના સતત કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, જો કે ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં સારી જોવા મળી રહી છે ,દેશમાં મૃત્યુઆંક પણ ઓછો નોંધાઈ રહ્યો છે, ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરના રોજ કોરોનાથી પ્રભાવિત સાત રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.
આ બેઠકમાં મહારાષ્ટ્ર, આંઘ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ,તમિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી વાચચીત કરશે.
India records highest single-day recoveries with over 1 lakh patients recovering in last 24 hours. With this, the total number of recoveries are nearly 45 lakh (44,97,867). This has resulted in the recovery rate touching 80.86%: Health Ministry (Representational Image) #COVID19 pic.twitter.com/zWmaJUeAyG
— ANI (@ANI) September 22, 2020
કોરોના બાબતે આરોગ્ય મંત્રાલયે કહ્યું, “છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે, જે ભારતમાં એક જ દિવસમાં મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થવાનો રેકોર્ડ છે. આ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા લગભગ 45 લાખ 97 હજારને પાર પહોંચી ગઈ છે. આ સાથે જ રિકવરી રેટ 80.86 થયો છે.
સાહીન-