લખનઉઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જો કે, આ મહોત્સવને ભાજપ અને આરએસએસનો હોવાના આક્ષેપ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના આ નિર્ણયને પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન મંદિરના પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ પણ કોંગ્રેસના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને અણીયારા સવાલો કર્યાં હતા.
અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના આમંત્રણને નકારવા બદલ સંત સમાજે કોંગ્રેસના ટોચના નેતાઓની ટીકા કરી છે. રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ પણ કોંગ્રેસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારવા પર પ્રતિક્રિયા આપી છે. આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ કહ્યું કે, જે ભગવાનના કાર્યક્રમમાં તેઓ આવવાના છે, તેમણે અગાઉ એ વાતનો ઈન્કાર કર્યો છે કે ભગવાનનું ત્યાં અસ્તિત્વ નથી અને જો તેઓ આવી સ્થિતિમાં આવશે તો લોકો પૂછશે કે, ભગવાન રામનું અસ્તિત્વ નથી, તો તેમે કોના દર્શન કરવા આવ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે વધુ શરમ અનુભવવી પડશે. શરમ ન અનુભવવા માટે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેઓ રાજકીય કારણોસર અને સત્તા માટે આ વિધિ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ત્રેતાયુગમાં રાવણની જેમ તેમનું મન ભટકી ગયું છે. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય બીજેપી નેતાઓએ આ મામલે કોંગ્રેસને આડે હાથ લીધી છે. કોંગ્રેસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી આ સમારોહમાં હાજરી આપશે નહીં.