દિલ્હી – સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની સામે કૂ કંપનીમાં ચીનના ઈન્વેસ્ટર શૂનવેઈ કેપિટલનો 9 ટકાનો હિસ્સો છએ જે હવે ભારતના A-લિસ્ટ ઉદ્યોગ સાહસીઓના એક વર્ગ દ્રારા સંપૂર્ણ ખરીદી લેવામાં આવ્યો છે.
આ હિસ્સો ખરીદનારા ઉદ્યોગસાહસીઓમાં ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જાવાગલ શ્રીનાથ, બૂકમાયશોનાં આશિષ હેમરાજાની, ઉડાનનાં સુજીત કુમાર, બ્રોકરેજ કંપની ઝેરોધાનાં નિખિલ કામત જેવી મહાન હસ્તીઓનો સમાવેશ થાય છે.
કંપનીએ એક નિવેદનમાં આપેલી માહિતી પ્રમાણે ‘કૂ’ની પિતૃ કંપની બોમ્બિનેટ ટેક્નોલોજીસ પ્રા.લિ.માં શૂનવેઈ કેપિટલનો 9 ટકાનો માઈનોરિટી હિસ્સો ભારતીય ઉદ્યોગસાહસીઓના જૂથે ખરીદી લીધો છે. હજી આ મામલે નાણાકીય વિગતો જાહેર કરવામાં નથી આવી.
કેટલીક આપત્તી જનક સામગ્રીને દૂર કરવાના મામલે ભારત સરકારને ટ્વિટર સાથે ઘર્ષણ થયા બાદ કૂ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. કૂનાં આશરે 10 લાખ સક્રિય યૂઝર્સ હાલમાં છે અને ડાઉનલોડ્સનો આંકડો 40 લાખ ઉપર રહ્યો છે. કૂ ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, કન્નડ સહિત અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ એપ છે.
સાહિન-