દિલ્હીઃ ભારતમાં દુનિયાના સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે ભારતમાં દુનિયાના ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમ જયપુરમાં બનશે અને આ માટે જયપુર વિકાસ અધિકારીએ રાજસ્થાન ક્રિકેટ એકેડમીને જમીન લીઝ ઉપર આપી છે.
આરસીએના અધ્યક્ષ વૈભવ ગહલોતએ જણાવ્યું હતું કે, લગભગ 100 એકરમાં બનનારા સ્ટેડિયમનું કામકાજ અઢીથી 3 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી લેવામાં આવશે. આગામી અઢી મહિનામાં ભૂમિ પૂજન કરવામાં આવશે. બીસીસીઆઈ તરફથી 100 કરોડની ગ્રાન્ટ મળી છે. 90 કરોડ આરસીએ અને સહયોગથી એકત્ર કરવામાં આવશે. 75 હજાર દર્શકોની ક્ષમતા સાથે આ સ્ટેડિયમનું કામ બે તબક્કામાં કરાશે. પ્રથમ તબક્કામાં 45 હજાર દર્શકોની ક્ષમતા હશે. બીજા તબક્કામાં 30 હજાર દર્શકોની ક્ષમતા વધારવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 350-400 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સ્ટેડિયમમાં મલ્ટીપર્પઝ ટ્રેનિંગ એકેડમી પણ બનશે. મોડર્ન કબલ હાઉસ પણ બનાવાશે. બે મોટા પબ્લિક પ્લાઝા, બે એકસ્ટ્રા પેક્ટિસ ગ્રાઉન્ડ અને તીસ પ્રેકટિસ નેટ્સની સુવિધા પણ હશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરસીએના મુખ્ય સંરક્ષક અને વિધાનસભાના અધ્યક્ષ ડો.સી.પી.જોશીએ આ સ્વપ્ન જોયું અને જેડીએ તથા સરકારએ પુરુ કરવા મદદ કરી છે. સ્ટેડિમમાં માટે એવી જગ્યાની જરૂર હતી જ્યાંથી નજીકમાં શહેર હોય, બહારથી આવતા દર્શકોને પણ શહેરની ભીજ-ભીડમાં પ્રવેશવાની જરૂર નહીં પડે. દુનિયામાં અમદાવાદ બાદ બીજા ક્રેમે સૌથી મોટુ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવેલું છે.