Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ યોજાયેલા નાઈટ મેરેથોનમાં CM અને ગૃહરાજ્ય મંત્રીએ વ્યસન છોડવા શીખ આપી

Social Share

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર શનિવારે રાત્રે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેર પોલીસ વિભાગના ઉપક્રમે  ડ્રગ્સ સામેની ઝૂંબેશના ભાગરૂપે  યોજાયેલી નાઈટ મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી સુભાસબ્રિજ તરફ ડોટ મૂકી હતી. ભલે દોડ અલગ અલગ અંતર માટેની હોય પણ દરેકનો ઉદેશ્ય અમદાવાદને ડ્રગ્સ મુકત કરવવા માટેનો જ હતો. શહેરના યુવાનોને હેલ્ધી અને સ્વચ્છ જીવન આપવા માટે પોલીસ દ્વારા કરાવવામાં આવતા પ્રયાસમાં આ નવું પગરણ હતું.​​​ જોકે, 21 કિમીના ફ્લેગઓફના 45 મિનિટ બાદ 10 કિમી માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

અમદાવાદના રિવરફ્રન્ટ પર શનિવારે રાત્રે નાઈટ મેરેથોનનું અમદાવાદ શહેર પોલીસ દ્વારા  આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્ધી અમદાવાદ માટે શહેરીજનોને એક નવું થ્રિલ અપાવવા માટે થ્રિલ એડિકટ હાફ મેરેથોનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. અલગ અલગ જગાએથી આવેલા દોડવીર પોતાના ઉત્સાહથી સમગ્ર વાતાવરણમાં ઊર્જા ફેલાવી હતી. 5, 10 અને 21 કિમીની મેરેથોન દોડમાં  ફ્લેગ ઓફ થયા બાદ દોડમાં પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી પણ દોડ્યા હતા. આ મેરેથોન દરમિયાન અલગ અલગ જગ્યાએ બેન્ડ, ઝુંબા ડાન્સ, અલગ અલગ પરફોર્મન્સ, હેલ્થટિમ, હાજર હતા. મોડી સાંજથી રિવરફ્રન્ટ વેસ્ટ તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ પોલીસ ઉપક્રમે યોજાયેલી મેરેથોનમાં ભાગ લેવા અલગ અલગ ઉંમરના અનેક લોકો હજારોની સંખ્યામાં આવ્યા હતા. આ મેરેથોનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. કોલેજના યુવક-યુવતીઓએ પણ મેરેથોનમાં ભાગ લીધો હતો. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે,  હું અગાઉ 10 કિમીના મેરેથોનમાં દોડી ચુક્યો છે અને આ મેરેથોનમાં પ્રથમ વખત 21 કિમિ દોડ્યો છું.