ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. જેથી રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર કોઈ પણ જાહેર કાર્યક્રમ યોજી શકાશે નહી, તેમજ સરકાર પણ કોઈ વિકાસ કાર્યોની જાહેરાત કરી શકશે નહીં.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પહેલાથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીયપક્ષોએ શરૂ કગરી દીધી છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટી દ્વારા અનેક બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા વિવિધ બેઠકો ઉપર સેન્સ લેવાની કવાયત શરૂ કરી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસમાં વિરોધ ઉભો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.