રાજ્યમાં આવનારા ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે -કેટલાક વિસ્તારોનું તાપમાન 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના
- આવનારા ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે
- કેટલાક વિસ્તારોનું તાપમાન 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના
- રવિવારે નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદઃ-સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટા છવાયા માવઠા પડ્યા હતા, જો કે હવે હવામાન તો સામાન્ય થતુ જોવા મળી રહ્યું છે પરંતુ તેની અસર ઠંડીના રુપે વધતી જોવા મળી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટબન્સની ઈફ્ટેક્ટ તો ઓછી થઈ છે પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનારા ત્રણ દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ 8 ડિ અસર ઓછી થતાગ્રીથી નીચે જનાવી શક્યતાઓ સેવાઈ રહી છે, વિત્લા દિવસ રવિવારની જો વાત કરીએ તો ઠંડી જ્યા સૌથી વધુ હોય તેવા નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધું હતું અને સમગ્ર રાજ્યમાં 17 થી 20ની અંદર તાપમાન પહોંચકતા ઠંડીનો ચમકો જોવા મળ્યો છે.
આ સાથેજ અનેક શહોરોમાં ઘુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.
અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાન 17.5 નોંધાતા શહેરમાં ઠંડીનું જોર જોવા મળ્યું હતું તો બીજી તરફઉત્તર ભારતમાં પણ હિમ વર્ષાનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે જેની અસર સમગ્ર દેશના જુદા જુદા રાજ્યો પર જોવા મળી શકે છે. આ સાથએ જ આવતા 24 કલાકમાં હળવો વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગ સાથે જોડાયેલી ખાનગી કંપની સ્કાઈમેટ પ્રમાણે મોસમી સિસ્ટમ લદ્દાખ ઉપર પહોચી ચૂકી છે, પહાડો વિસ્તાર પર હવામાન ચોખ્ખુ થવા લાગ્યું છે.ઉલ્લેખનીય છે, કે ઉત્તરભારતમાં થતી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઈ છે,દર વર્ષે આ સિઝન આવતાની સાથે જ ઉત્તર ભારતની હિમવર્ષા ગુજરાતમાં ઠંડીનું જોર બમણું કરે છે.
સાહિન-