Site icon Revoi.in

વિશ્વના સૌથી ઠંડા દેશો,જ્યાં ચારેબાજુ બરફની ચાદર પથરાયેલી હોય છે

Social Share

હાલ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાથી ઠંડી વધવા લાગે છે. અત્યારે તો ઘણી જગ્યાએ લોકો પાતળો ધાબળો ઓઢીને જ સૂઈ રહેતા હોય છે, પરંતુ આગામી દિવસોમાં જ્યારે શિયાળો વધશે તો રજાઈ પણ કમ પડવા  લાગશે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ એવા સ્થળો છે જ્યાં ખૂબ જ ઠંડી અને હિમવર્ષા થાય છે. જેના કારણે અહીં તાપમાન શૂન્ય થઈ જાય છે.

ગ્રીનલેન્ડ:આર્કટિક અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે કનેડા આર્ક્ટિક દ્વીપસમૂહની પૂર્વમાં સ્થિત ગ્રીનલેન્ડ ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે. આ દેશની ગણતરી વિશ્વના સૌથી ઠંડા દેશોમાં થાય છે. મોટાભાગે અહીં તાપમાન શૂન્યની આસપાસ રહે છે.

આઇસલેન્ડ: તે ફેરો ટાપુઓ અને નોર્વે વચ્ચે સ્થિત એક ટાપુ દેશ છે. આ દેશની ગણતરી વિશ્વના સૌથી ઠંડા દેશોમાં પણ થાય છે. અહીં તાપમાન ક્યારેક માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.

કઝાકિસ્તાનઃ આ દેશમાં આવા ઘણા વિસ્તારો છે, જે કાયમ માટે બરફની ચાદરથી ઢંકાયેલા છે. શિયાળાની ઋતુમાં તાપમાન શૂન્યથી નીચે જતાં આ સ્થળોએ રહેવું મુશ્કેલ બની જાય છે.

નોર્વેઃ આ દેશ તેની ઠંડી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં અત્યંત ઠંડી છે. યુરોપ ખંડમાં સ્થિત આ દેશમાં ઘણી જગ્યાએ તાપમાન માઈનસ 42 ડિગ્રી સુધી ગગડી જાય છે. હવે તમે સમજી શકો છો કે,અહીં રહેતા લોકો માટે તે કેટલું મુશ્કેલ હશે.