દિલ્હીઃ- કેનેડામાં ખાલિસ્તાનીઓ ઘીરે ઘીરે ઉગ્ર બની રહ્યા છે ત્યારે હાલ ખઆલિસ્તાની નેતાની હત્યાને લઈને પણ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિ વચ્ચે ખાલિસ્તાનીઓને સહયોગ આપનારાઓમાં પાકિસ્તાની આતંકી સંગઠનનો ખુલાસો થયો છે.આ ખુલાસો દિલ્હી પોલીસ દ્રાર પકડાયેલા આતંકીો દ્રારા સામે આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ખાલિસ્તાન આતંકવાદી અર્શદીપ દલ્લા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કરના નિર્દેશ પર પંજાબમાં આરએસએસ અને હિન્દુ નેતાઓની હત્યા કરવા માગતો હોવાની બાબતનો ખુલાસો થયો છે આ ખુલાસો દિલ્હીથી પકડાયેલા આતંકી નૌશાદ અને જગજીત સિંહ ઉર્ફે જગ્ગાએ દ્રારા બહાર પડ્યો છે.
વઘુ વિગત અનુસાર આ મામલે પોલીસે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ દાખલ કેસની ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.દિલ્હી પોલીસની સ્પેશિયલ ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જહાંગીરપુરીમાંથી પકડાયેલ જગજીત સિંહ ઉર્ફે જગ્ગા કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાના સંપર્કમાં હતો.
આ સહીત અર્શદીપ દલ્લાના નિર્દેશ પર જગ્ગા પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. અર્શદીપ દલ્લા અને લશ્કરના હેન્ડલર સુહેલની સૂચના પર નૌશાદ અને જગજીતે શાહબાદ ડેરી વિસ્તારમાં ભાડાના મકાનમાં એક હિન્દુ છોકરાની હત્યા પણ કરી હતી. સુહેલ અને અર્શદીપના કહેવા પર તેઓએ તાલિબાન સ્ટાઈલમાં હત્યાનો વીડિયો પણ બનાવ્યો હોવાની વાત સામે આવી છે.
આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ સ્પેશિયલ સેલે આ વર્ષે જાન્યુઆરીમાં પુરીમાંથી નૌશાદ અને જગ્ગા જહાંગીરની ધરપકડ કરી હતી.આ ઘરપકડ કરાયેલા આતંકીઓ દ્રારા હિન્દુ નેતાઓની હત્યામાં પાકિસ્તાન અને ખાલિસ્તાન સામેલ હોવાની બાબત સામે આવી છે.