Site icon Revoi.in

પાકિસ્તાની ખેલાડીઓને ચડ્યો IPLનો રંગ, IPLના કર્યા વખાણ

Social Share

દિલ્હીઃ ભારતમાં દર વર્ષે ઇન્ડિયન પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારત ઉપર દુનિયાના અન્ય દેશમાં ક્રિકેટરો પણ સ્ટેડિયમની અંદર પોતાની બેટીંગ અને બોલીંગથી દર્શકોને આકર્ષિત કરે છે. તેમજ આઈપીએલમાં અનેક ભારતીય યુવા ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ બન્યા હોવાથી આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને ભાગ લેતા નથી. હવે આઈપીએલનો રંગ પાકિસ્તાનના ક્રિકેટરો ઉપર પણ ચડ્યો છે. પાકિસ્તાની ક્રિકેટરો આઈપીએલના વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝએ આઇપીએલને લઇને પોતાનો મત રજૂ કર્યો હતો.

વહાબ રિયાઝએ કહ્યુ હતું કે, આઇપીએલ એક એવી લીગ છે, જ્યાં વિશ્વના તમામ ટોપ ખેલાડીઓ રમવા આવે છે. તેઓ ત્યાં રમે છે, તમે આઇપીએલ સાથે પાકિસ્તાન સુપર લીગની તુલના નથી કરી શકતા. આઇપીએલ નું સ્તર બીલકુલ અલગ છે. તેની પ્રતિબદ્ધતા, જેમ કે તે લોકો બાબતોને ચલાવે છે, તેનો તાલમેલ બેસાડે છે. ખેલાડીઓને ડ્રાફ્ટ કરે છે. આ બધુ જ એક દમ થી અલગ જ હોય છે. જ્યારે બોલીંગની વાત આવે છે ત્યારે, પીએસએલમાં જે રીતે બોલર મળે છે, તે પ્રકારના બોલર અન્ય ટી20 લીગમાં મળવા મુશ્કેલ છે. PSLમાં આપણને વધારે હાઇ સ્કોરીંગ મેચ જોવા નથી મળતી. જ્યારે અન્ય લીગોમાં એવુ વધારે થાય છે. પાકિસ્તાની ખેલાડીએ આઈપીએલના વખાણ કર્યાં હતા.