Site icon Revoi.in

ઝાલાવાડનો સૌથી મોટો વઢવાણનો જન્માષ્ટમીના મેળાનો રંગેચેંગે પ્રારંભ,

Social Share

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળાઓ ગામેગામ યોજાયા છે. જેમાં ઝાલાવાડનો જન્માષ્ટમીનો સૌથી મોટો લોકમેળો વઢવાણના રેલવે મેદાન પર યોજાયો છે. 24મી ઓગસ્ટથી 29મી ઓગસ્ટ સુધી યોજાનારા આ લોકમેળામાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, રતનપુર તેમજ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ મેળામા સતત છ દિવસ રંગારંગ કાયક્રમોનું ઓયોજન કરવામાં આવ્યું છે. 6 દિવસના લોકમેળામાં પાંચ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટો જન્માષ્ટમી લોકમેળોનો વઢવાણમાં યોજાયો છે. આ વર્ષે રેલવે મેદાન ખાતે તા 24 ઓગસ્ટથી 29 ઓગસ્ટ લોકમેળાનું ભવ્ય આયોજન નગરપાલિકા દ્વારા કરાયું છે. બે દિવસથી વિવિધ ચકડોળ અને સ્ટોલની ચકાસણી હાથ ધરાયા બાદ આ લોકમેળાનું ઉદ્ઘાટન કરાયું હતુ. આ તકે વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂ. માધવેન્દ્ર પ્રસાદજી, સરકારના નાયબ દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ભવાનસિંહ મોરી, વજુભા રાઠોડ અને દોલુભા ડોડીયા સહિતના આગેવાનોના  હસ્તે આ લોકમેળો ખુલ્લો મુકાયો હતો.

આ લોકમેળામાં નવી એસઓપી મુજબ આરોગ્ય સેવા અને ફાયર સેફટી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે પોલીસ અને વોચ કેમેરા માટે ઉંચા ટાવરો ઉભા કરાયા છે. આ મેળામાં દરરોજ રાત્રે રંગા રંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં લોક ડાયરો, મ્યુઝિકલ નાઈટ અને ગુજરાતી ગીતો સહિતના કાર્યક્રમ યોજાશે., વઢવાણના આ લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી રહી છે. આ મેળામાં શહેરીજનો માટે  સિટી બસની સુવિધા મળશે. આ મેળામાં 100થી વધુ સ્ટોલ 10થી વધુ ચકડોળ અને ખાણી પીણી તથા રમકડાની દુકાનો છે. આ ઉપરાંત દરરોજ રાત્રીના રંગારંગ કાયર્ક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં જાણીતા લોક કલાકારોના લોક ડાયરા યોજાશે.