Site icon Revoi.in

તમારા ચહેરાને પણ આકર્ષક લૂક આપે છે આંખોના નંબરની સાથે ફેશનના ચશ્માનું કોમેબ્નેશન

Social Share

 

આંખોમાં નંબર આવવા આજકાલ સામાન્ય સમસ્યા છે, મોટા ભાગના યપવક યુવતીઓ તથા બાળકોને નંબર વાળા ચશ્માં પહેરતા આપણે જોતા હોઈશું, ઘણી સ્ત્રીઓ અસ્પષ્ટ દ્રષ્ટિથી પીડાય રહી હોય છે જેને લઈને કોઈ પણ કાર્ય કરવામાં તેઓને ચશ્માંની ખાસ જરુર પડે જ છે, મોટે ભાગે આખો દિવસ દરમિયાન તેમણે ચશ્મા પહેરવા પડતા હોઈ છે જેથી તેમને પોતાના સ્ટાલીશ લૂકની ચિંતા થાય છે, પણ જો તમે ચશ્માની ફ્રેમ યોગ્ય પસંદ કરશો તો તમારો લૂબ ઉપરથી વધુ શાનદાર બની શકે છે.

હવે નંબર વાળા ચશ્મા પણ અવનવી પેટર્નમાં માર્કેટમાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ગર્લ્સ કેટ ફ્રેમ વધુ પસંદ કરે છે, કોલેજ કરતી યુવતીઓથી લઈને ઓફીસમાં જોબ કરતી યૂવતીઓમાં ગોળ ફેમનું ખૂબ ચલણ જોવા મળે છે, જે પ્રોફેશનલ લૂકને પરફેક્ટ પણ બનાવે છે.

ઓફીસ માટે ચશ્માની પસંદગી

જો તમે ઓફીસ માટે ચશ્માંની પસંગી કરો છો તો તમારે એ પ્રમાણે ફેમ પસંદ કરવી જોઈએ, ઓફીસમાં કેટ ફેમ આજકાલ યૂવતીઓ વધુ પસંદ કરે છે, આ સાથે જ ફેમ લેસ ચશ્માંનો પમ ઓફીસ વર્ક કરતી યૂવતીઓમાં ક્રેઝ જોવા મળે છે.

ફેસના આકારના ચશ્મા પસંદ કરો

ખાસ કરીને ચહેરા પ્રમાણે ચશ્માની પસંદગી કરવાની હોય છે, આ સાથે જ ચશ્માની ફેમ આંખો સાથે સેટ થાય કે નહી તે ચોક્કસ ધ્યાન આપવાનું રહે છે, જેથી કરીને તમારી નજર ચશ્મામાંથી પસાર થઈ શકે જ્યારે તમે જોવો ત્યારે ચશ્માની બહાર ન દેખાઈ એનું ધ્યાન રાખવું પડે છે.

ગોળ મોટી ફ્રેમના ચશ્મા પણ સ્ટાઈલીશ લૂક આપે છે

ખાસ કરીને ગાંધીજીના ચશ્માં જે વર્ષો જુની ફેશન છે પરંતુ તે હવેના આ યુગમાં પણ પુનરાવર્તન પામી છે, આજકાલ લોકો ગાંઘીજી જેવી ગોલ્ડન ફેમ પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે,આ ગોલ્ડન રાઉન્ડ ફેમ યૂવતીઓ સહીત યુવાનોને પણ આકર્ષક લૂક આપે છે.