કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ હવે હવે 29મી મેના રોજ લેવામાં આવશે
નવી દિલ્હીઃ આજની તારીખે યોજાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, CUET (UG) અનિવાર્ય કારણોસર દિલ્હી કેન્દ્રો માટે મુલતવી રાખવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે, પરીક્ષા હવે 29મી મેના રોજ લેવામાં આવશે.
સંશોધિત એડમિટ કાર્ડ દિલ્હીભરના કેન્દ્રોમાં હાજર રહેલા ઉમેદવારો માટે જારી કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, અંગ્રેજી અને સામાન્ય કસોટી જે અગાઉ આજ માટે નક્કી કરવામાં આવી હતી તે માત્ર દિલ્હીના કેન્દ્રોમાં હાજર રહેલા ઉમેદવારો માટે મુલતવી રાખવામાં આવી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, 15મી મેના રોજ નિર્ધારિત પરીક્ષા ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, નોઇડા અને વિદેશ સહિત દેશના અન્ય તમામ શહેરોમાં અગાઉના સમયપત્રક મુજબ લેવામાં આવશે. ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને નોઈડા સહિત તમામ શહેરોમાં 21, 22, 23, 24 અને 25 મેના રોજ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાઓ રાબેતા મુજબ દિલ્હીમાં નિર્ધારિત તારીખે યોજાશે. જે પરીક્ષા 15મી મેના રોજ લેવાની હતી તે જ 29મીએ લેવાશે.
CUET UG 2024 પ્રવેશ પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. પરીક્ષા 15 થી 18 મે દરમિયાન લેવામાં આવશે. CUET UG 2024 ની પરીક્ષા ભારત બહારના 26 શહેરો સહિત 380 શહેરોમાં લેવામાં આવશે. આ વર્ષે, કુલ 261 યુનિવર્સિટીઓ પ્રવેશ માટે CUET UG 2024 સ્કોર્સ સ્વીકારશે. CUET UG 2024માં 63 ટેસ્ટ પેપર હશે.