કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક મામલે કોંગ્રેસ એ ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર
- રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક
- કોંગ્રેસે ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર
દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભઆરત જોડા યાત્રામાં વ્યસ્ત છે સત્યારે તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક આવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગૃહમંત્રીને પત્ર લખીને રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાની માંગ કરી છે.
આ સાથે જ કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજીને કેટલાક વીડિયો જાહેર કર્યા છે જેમાં કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ યાત્રાને અમારી ભારત જોડા યાત્રાને તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહી છે કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીને ઝેડ કેટેગરીની સુરક્ષા મળવા છતાં આવી ભૂલો ચિંતાજનક ગણાયછે. આ સાથે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભારત જોડો યાત્રામાં ભાગ લેનારાઓને હેરાન કરવા માટે આઈબીના માણસો તેમની પૂછપરછ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકોને યાત્રામાં સામેલ થવાથી રોકવામાં આવી રહ્યા છે. એજન્સીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અનેક મોટી હસ્તીઓને પણ યાત્રામાં સામેલ થવા દેવામાં આવી નથી.
કેસી વેણુગોપાલે કહ્યું કે આ પહેલા હરિયાણાના સોહનામાં પણ 23 ડિસેમ્બરે રાહુલ ગાંધીની સુરક્ષામાં બેદરકારી જોવા મળી હતી. હરિયાણાના સ્ટેટ ઇન્ટેલિજન્સનાં લોકો બળપૂર્વક યાત્રામાં પ્રવેશ્યા. આ અંગે અમે કેસ નોંધ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો ટ્રાવેલ કન્ટેનરમાં પણ ઘૂસી ગયા હતા. કેન્દ્ર સરકારે રાજકારણ ન કરવું જોઈએ
કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધી પાસે Z શ્રેણીની સુરક્ષા છે. ભારત સરકારને ચેતવણી આપવી જરૂરી બની જાય છે કે અમે વધુ સંવેદનશીલ વિસ્તારોમાં જઈ રહ્યા છીએ. આ તપસ્યા પૂર્ણ થશે. તેમ છતાં યાત્રાને રોકવાનું ષડયંત્ર હજી પણ ચાલુ છે. યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે ચેતવણી આપીએ છીએ કે તમે યાત્રીઓમે તોડવાનો પ્રયાસ કરવામાં સફળ થશો નહીં. વેણુગોપાલે લખ્યું છે કે કલમ 19 હેઠળ કોઈપણ વ્યક્તિને દેશમાં ક્યાંય પણ જવાની સ્વતંત્રતા છે. દેશમાં શાંતિ અને સૌહાર્દના ઉદ્દેશ્યથી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આમાં રાજકારણ ન કરવું જોઈએ.