કર્ણાટકના ક્રાઈમ બ્રાંચ દ્રારા બેંગલુરુમાંથી ઘરપકડ કરાયેલા આતંકીઓનું લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન , તપાસમાં અનેક ખુલાસા
બેંગલુરુઃ- સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકના બેંગલુરુમાંથી પાંચ આતંકવાદી શકમંદોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ, ફાયર આર્મ્સ અને વિસ્ફોટકોમાં વપરાતા કાચા માલસામાનનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે હવે આ મામ લે અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ શકમંદોએ બેંગલુરુ શહેરમાં આતંકી હુમલા કરવાની યોજના બનાવી હતી. સીસીબીએ તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને અન્ય વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી છે. આ શંકાસ્પદ આતંકવાદીઓનું કનેક્શન લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સાથે બહાર આવ્યું છે.
સીસીબીએ બેંગલુરુના સુલતાનપાલ્યા વિસ્તારના કનકનગરમાંથી આ પાંચની ધરપકડ કરી હતી. પાંચની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનિદ, મુદાસિર અને ઝાહિદ તરીકે થઈ છે. તે જ સમયે, પોલીસ તેના માસ્ટરમાઇન્ડને શોધી રહી છે,
આ મામલે અનેક ખુલાસા થયા છે. આ શંકાસ્પદ આતંકવાદીઓનું કનેક્શન લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનથી બહાર આવ્યું છે. બેંગલુરુના પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે આ આતંકવાદીઓને ટી નઝીરે તૈયાર કર્યા છે અને ટી નઝીર લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે.
ઉલ્લેખનીય છએ કે ટી નઝીર 2008 બેંગલુરુ સીરિયલ બ્લાસ્ટનો આરોપી છે અને હાલમાં તે બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. પોલીસે કહ્યું કે ટી નઝીરે આ શકમંદોને કટ્ટરપંથી બનાવી દીધા છે. આ તમામ શકમંદોને હત્યાના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા તે દરમિયાન ટી નઝીરના સંપર્કમાં આવ્યો હતો, એવું કહેવામાં આવ્યું હતું કે, જુનૈદ નામનો શંકાસ્પદ આતંકવાદી વિદેશમાં બેઠો છે અને તે તમામને હથિયાર અને અન્ય સાધનો પૂરા પાડે છે. પોલીસ તેને શોધી રહી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવાનું જણાઈ છે.