Site icon Revoi.in

કોરોનાએ દેશમાં 230 વખત બદલાવ્યું પોતાનું સ્વરૂપ, ડેલ્ટામાં વધુ એક વેરિયેન્ટ મળ્યો  

Social Share

દિલ્હી : હાલ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ કોઈક રાજ્યમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો મળી આવે છે. ત્યારે કોરોના વાયરસના જિનોમ સિક્વિન્સીંગને લગતી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 230 સ્વરૂપોની પુષ્ટિ થઈ છે. આમાંથી તમામ મ્યુટેશન માણસો માટે હાનિકારક નથી પરંતુ કેટલાક ગંભીર મ્યુટેશન નુકશાન પણ પહોંચાડી શકે છે. આમાંના ગંભીર વેરિયેન્ટમાંથી એક ડેલ્ટા દેશભરમાં ફેલાયો છે.થોડા સમય પહેલા ડેલ્ટાના બે પ્રકારો હતા, પરંતુ હવે વધુ એક વેરિએન્ટ મળી આવ્યો છે,જેને AY3 નામ આપવામાં આવ્યું છે.

અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં ડેલ્ટાના ત્રણ-ત્રણ મ્યુટેશન મળી ચુક્યા છે. જિનોમ સિક્વન્સીંગ પર નજર રાખનારા ઇંસાકોગે રાજ્યોને ચેતવણી જારી કરતાં કહ્યું કે, એવાય 3 વેરિયેન્ટના કેસો હજી ઘણા ઓછા છે, પરંતુ તેના પર અધ્યયન ચાલુ છે. વૈજ્ઞાનિકોનું એક જૂથ તેની દેખરેખ રાખી રહ્યું છે. હાલમાં, આ વેરિયેન્ટ વિશે વધારે માહિતી આપી શકાતી નથી.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ડેલ્ટા વેરિયેન્ટમાં ત્રીજું મ્યુટેશન પણ બન્યું છે. આ મ્યુટેશન ORF1A: I3731V ના સ્વરૂપમાં થયું છે.જેમાં એસ: કે 417 સહાયક ભૂમિકામાં મળ્યું છે. તેથી તેનું નામ AY3 રાખવામાં આવ્યું છે. હાલના સમયમાં, ડેલ્ટા જેવી ગંભીર કેટેગરીમાં પણ તે ગણી શકાય.

મળતી માહિતી મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 43.80 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાંથી માત્ર 42869 નમૂનાઓ જ વૈજ્ઞાનિક દ્વારા અનુક્રમિત કરવામાં આવ્યા છે, કારણ કે મોટાભાગના રાજ્યોમાં જિનોમ સિક્વન્સિંગ લેબ પણ નથી. આ 42869 નમૂનાઓના અનુક્રમમાં વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના 230 સ્વરૂપો મળ્યાં છે, જેમાંથી સૌથી વધુ ડેલ્ટા વેરિયેન્ટ વીતેલા મે, જૂન અને હવે જુલાઈમાં મળી આવે છે. આ 230 માંથી 14 વેરિયેન્ટને ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે આઠ વેરિયેન્ટને ચિંતાનો વિષય માનવામાં આવ્યા છે.ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયેન્ટને ભારત સરકારે ગંભીર શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.