1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં તમામ એસટી બસની નિયમિત સફાઈ કરવા તમામ ડેપોને નિગમે કર્યો આદેશ,
ગુજરાતમાં તમામ એસટી બસની નિયમિત સફાઈ કરવા તમામ ડેપોને નિગમે કર્યો આદેશ,

ગુજરાતમાં તમામ એસટી બસની નિયમિત સફાઈ કરવા તમામ ડેપોને નિગમે કર્યો આદેશ,

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં એસટી બસમાં રોજબરોજ અનેક લોકો પ્રવાસ કરતા હોય છે. એસટી બસોમાં સ્વચ્છતા હોવી જરૂરી છે. પરંતુ કેટલાક ડેપોની એસટી બસોને નિયમિત સફાઈ કરવામાં આવતા નથી. એસટી બસમાં જ એટલી બધી ગંદકી હોય છે. આથી એસટી નિગમે તમામ ડેપોને આદેશ કર્યો છે. કે, લાંબા અને ટુંકા રૂટ્સની એસટી બસોને રોજ નિયમિતરીતે સફાઈ કરવી.તેમજ કોઇ નુકશાનીનું તાકિકે રીપેરીંગ કરવું. એસ ટી નિગમના આદેશનું પાલન કરવામાં નહી આવે તો ડેપો સામે  નિયમોનુસાર કાર્યવાહી કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લાંબા અને ટુંકા અંતર દોડાવવામાં આવતી એસ ટી બસોની યોગ્ય રીતે સફાઇ કરવામાં આવતી નહી હોવાની મુસાફરોમાં ફરીયાદો ઉઠી રહી છે. ઉપરાંત બસની બારી યોગ્ય રીતે બંધ થતી નહી હોવાથી શિયાળાની ઋતુમાં મુસાફરોની હાલત કફોડી બની રહે છે. ત્યારે એસ ટી નિગમે બસની સફાઇથી લઇને થયેલા નુકશાનના રિપેરીંગ અંગે રાજ્યના તમામ ડેપો મેનેજરોને આદેશ કર્યો છે. જેમાં ડેપોએ એસ ટી બસોને દરરોજ અંદર તેમજ બહારથી સાફ અને ધુલાઇ કર્યા પછી જ સંચાલનમાં મુકવાની રહેશે. બસની બારીના કાચ તુટેલા છે કે નહી તેની નિયમિત ચકાસણી કરીને તાકિદે રીપેરીંગ કરવાનું રહેશે. એસટી બસની વિન્ડો યાને બારી યોગ્ય રીતે બંધ થાય છે કે, નહી તેમજ બદલવાની જરૂર છે કે નહી સહિતની કામગીરી નિયમિત કરવાની રહેશે. વધુમાં બસની પેસેન્જર સીટો, બેકરેસ્ટ, રેકઝીન, શીટના ફાઉન્ડેશન બોલ્ટ સહિતની સમાંતરે ચકાસણી કરવાની રહેશે. બસોની ઇલેક્ટ્રિક ચકાસણી પણ સમયાંતરે કરવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસટી બસના  ડિઝલ ટેન્કના ઢાંકણ, સ્ટેનર તેમજ ક્લિપની ચકાસણી કરવી. વાહનોમાં ચેસીંસ વોશિંગ કરવું, બસોમાં બ્રેક સીસ્ટમ, હેન્ડ બ્રેક તમામ એરની લાઇનની ચકાસણી કરવી તેમજ એર લીકેજ બંધ કરવું તેમજ બ્રેક સીસ્ટમ 100 ટકા કરવાનું રહેશે. એસ ટી બસોની બોડીના કલરની ચકાસણી કરીને જરૂર જણાય ત્યાં રીપેન્ટ કરવાની કામગીરી કરવાની સુચના એસટી નિગમ દ્વારા આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code