Site icon Revoi.in

અમદાવાદના કોર્પોરેટરો પોતાના બજેટમાંથી ધાર્મિક સ્થળોએ સ્ટીલના બાકડાં મુકાવી શકશે

Social Share

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોને વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં વિકાસ કામો ઉપરાંત સોસાયટીઓ અને બાગ-બગીચાઓ કે જાહેર સ્થળોએ લોકોને બેસવા માટે બાકડાઓ પણ પોતાની ગ્રાન્ટમાંથી ખર્ચ કરીને મુકતા હોય છે. કોર્પોરેટરો પોતાને મળતી 40 લાખની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા બાકડાં મુકવા પાછળ ખર્ચ કરી શકે છે. કોર્પોરેટરો સિમેન્ટ ક્રોંક્રિટના કે ચાઈના મોજેકના નિયત કરેલા ખર્ચે બાકડાં મુકતા હોય છે. જેમાં કેટલાક કોર્પોરેટરોએ ધાર્મિક સ્થાનો તેમજ લાયબ્રેરી વગેરે સ્થળોએ સ્ટેનલેસ સ્ટીલના બાકડાં મુકવા મુંજુરી માટે રજુઆતો કરી હતી. આથી હવે સ્ટેનલેસ સ્ટીલના એક બાંકડાના રુપિયા 10 હજાર લેખે નિયત કરેલી રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનએ બાંકડા મુકવાની નિતીમાં ફરી યુ-ટર્ન લીધો છે.અગાઉ વિવિધ સ્પોટ ઉપર ચાઈના મોઝેકના બાંકડા મુકવામા આવતા હતા.તે ફરીથી મુકવામા આવશે. જ્યારે ધાર્મિક સ્થળ,લાયબ્રેરી જેવી જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલના બાંકડા મુકાશે.ચાઈના મોઝેકનો એક બાંકડા પેટે તંત્ર રુપિયા 2500થી 3 હજાર ચૂકવે છે. જ્યારે હવે સ્ટેનલેસ સ્ટીલના એક બાંકડાના રુપિયા 10 હજાર ચૂકવાશે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ-2018થી શહેરના વિવિધ વિસ્તારમાં બાંકડા મુકવાનો મ્યુનિ.તંત્રે નિર્ણય કરેલો છે. વોર્ડ અને ઝોન કક્ષાએ જુદા જુદા મટીરીયલમાંથી બનાવવામાં આવતા બાંકડા મુકવામાં આવતા હતા.વર્ષ-2022માં આર.સી.સી.,સી.સી.પ્રિ-કાસ્ટ બાંકડા મુકવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. આ બાંકડા તકલાદી હોવાથી તુટી જતા હોવાની રજુઆત જમાલપુર વોર્ડના કોર્પોરેટરે કરી વિજિલન્સ તપાસ કરાવવા માંગણી કરી હતી. કોર્પોરેટરને મળતા વાર્ષિક રુપિયા 40 લાખના બજેટમાંથી બાંકડા મુકવા માટે રુપિયા ત્રણ લાખ સુધીની ગ્રાન્ટ ફાળવી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આર.સી.સી.,સી.સી.,પ્રિ-કાસ્ટ બાંકડાનુ ફિનીસીંગ સમૃધ્ધ કરવા ઉપરાંત જરુરીયાત અને માંગણી મુજબ ચાઈના મોઝેક તથા સ્ટેનલેસ સ્ટીલના બાંકડા મુકવા માટે મંજુરી આપવામાં આવી છે.