Site icon Revoi.in

પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ આ દેશને ફટકારાયો દંડ

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રદુષણ એક મોટી સમસ્યા બન્યું છે, પર્યાવરણ પ્રદુષણ માનવ જીવનને મોટે ભાગે અસર કરી રહ્યું છે ત્યારે વિશ્વમાં એક અલગ પ્રકારના કેસનો ઉકેલ તાજેતરમાં આવ્યો છે,જેમાં પર્યાવરણના નુકશાન માટે દોષી કરાર આપવામાં આવ્યો છે.અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે,પેરિસની એક કોર્ટે ફ્રાન્સ સરકારને જળવાયુ પરિવર્તનથી થયેલા નુકશાનને પહોંચી વળવા માટે સામુહિક રુપે પ્રયત્નો નહીં કરવા માટે આરોપી કરાર આપ્યો છે. પેરિસની કોર્ટે ફ્રાન્સ સરકારને એક યૂરોનો પ્રતીકાત્મક દંડ ફટકાર્યો છે.

આ સમગ્ર મામલે પેરિસની કોર્ટે આ કેસ માટેની સુનાવણી હાથ ધરી હતી. આ મામલો એમ છએ કે આજથી ચાર વર્ષ પહેલા બિન સરકારી સંગઠનોએ કેસ દાખલ કર્યો હતો, જેને 23 લાખ લોકોએ સમર્થન આપ્યું હતું.

આ સમગ્ર મામલે  કોર્ટે  અનેક વખત  સુનાવણી કર્યા પછી આ અઠવાડીયાના બુધવારે ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ફ્રાન્સમાં જળવાયુ પરિવર્તન તંત્રને નકશાન પહોંચાડવાની વાતનો સ્વીકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે ફ્રાન્સની સરકાર ગ્રીનહાઉસ ગેસોને ઓછા કરવાના લક્ષ્‍યને પૂર્ણ કરવામાં સતત નિષ્ફળ રહી ચૂકી છે, જેને કારણે ઈકો સિસ્મટને પણ મોટા પાયે હાનિ પહોંચ્યું છે.

કેસની સુનાવણી કરતા વખતે  પેરિસની કોર્ટે સમસ્યાના સુધારા અને વસ્તુઓને ખરાબ થતી રોકવાના પ્રયત્નો પર નિર્ણય લેવા માટે પોતાને બે મહિનાનો સમય આપ્યો છે.

સાહિન-