- કોરોના બાદ પણ દેશની અર્થવ્યવસ્થામાં સુધારો
- આર્થિક વૃદ્ધી દર 8.4 ટકા રહ્યો
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છએ જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા ગંભીરબની હતી ત્યારે જેમ જેમ સ્થિતિ સામાન્ય થતી ગઈ તેમ તેમ દેશની અર્થવ્યલસ્થા પણ સુધરતી ગઈ ત્યારે હાલની સ્થિતિમાં દેશનો આર્થિક વિકાસદર વધતો જ જોવા મળશી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર 8.4 ટકા હતો. આ સાથે, વિકાસ દર કોરોનાના પહેલા સ્તરને પાર કરી ગયો છે. આ સાથે જ ઘાર્યા વૃદ્ધિ દર કરતાં વધુ સારો વૃદ્ધીદર રહ્યો છે.
ભારતીય અર્થતંત્ર આ વર્ષે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ હાંસલ કરવાના ટ્રેક પર જોવા મળે છે. વિતેલા દિવસને મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 20.1 ટકાના પ્રથમ ત્રિમાસિક વૃદ્ધિ દરની સરખામણીમાં ધીમો પડ્યો છે. જોકે, ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 7.4 ટકાના ઘટાડા કરતાં આ દરમાં વૃદ્ધી જોઈ શકાય છે.
જાણો કોરોના જેવી મહામારીમાં પણ દેશની આર્થિક વૃદ્ધીના કેટલાક કારણો
- ઉલ્લેખનીય છે કે કડક લોકડાઉનથી ખરાબ રીતે પ્રભાવિત એપ્રિલ-જૂન 2020માં આર્થિક વિકાસ દરમાં 24.4 ટકાનો મોટો ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે નીચા તુલનાત્મક આધારને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી
- આ વર્ષે એપ્રિલના મધ્યમાં મહામારીની બીજી લહેરથી આર્થિક પ્રવૃત્તિ પાછી પાટા પર આવી રહી છે, આ સતત ચોથા ક્વાર્ટરમાં વિકાસ દર સકારાત્મક રહ્યો છે. તે જ સમયે, ગયા નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર નકારાત્મક રહ્યો હતો.
- નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા મહામારીની અસરને હળવી કરવા અને રસીકરણમાં ઉછાળા વચ્ચે ખાનગી વપરાશના ખર્ચમાં વધુ સારી રિકવરી દર્શાવે છે.
- બીજા ક્વાર્ટરમાં સરકારી ખર્ચ ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 8.7 ટકા વધ્યો છે અને વ્યાજ દરો ઓછા હોવાને કારણે વપરાશમાં વધારો થયો છે.
- કૃષિ ક્ષેત્રે અર્થવ્યવસ્થામાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે અને સતત બીજા ક્વાર્ટરમાં 4.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર 5.5 ટકા રહ્યો. આ સ્થાનિક માંગ અને નિકાસમાં ઉછાળો દર્શાવે છે. બાંધકામ, વેપાર, હોટેલ, પરિવહન અને નાણાકીય સેવાઓના ક્ષેત્રે 7-8 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે આર્થિક ગતિવિધિઓમાં તેજીને કારણે છે.
- મળતા ડેટા અનુસાર, બીજા ક્વાર્ટરમાં સરકારી સેવાઓમાં 17.4 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. તેમાં જાહેર વહીવટ અને સંરક્ષણનો પણ સમાવેશ થાય છે.
- જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સંપૂર્ણ રીતે જીડીપી રૂ. 35,73,451 કરોડ હતી. આ નાણાકીય વર્ષ 2019-20 ના સમાન ક્વાર્ટરમાં રૂ. 35,61,530 કરોડના કદ કરતાં વધુ છે.
- મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો દરમિયાન ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ઘટીને રૂ. 32,96,718 કરોડ પર આવી ગયો હતો. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યુ એડેડ)નો દર 8.5 ટકા હતો અને આંકડા તમામ ક્ષેત્રોમાં વ્યાપક વિસ્તરણ સૂચવે છે.