દેશમાં જુલાઈ મહિનામાં સરેરાશ 90 ટકા કરતા વધુ વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. એટલું જ નહીં મુંબઈ સહિતના નગરોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન દેશમાં જુલાઈ મહિનામાં 90 ટકા જેટલો વરસાદ વરસે તેવી શકયતાઓ વ્યક્ત કરાઈ છે. દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અગાહી કરવામાં આવી હતી.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં પણ ચોમાસાનુ આગમન થઈ ચુકયુ છે.દિલ્હીમાં પણ અને પંજાબમાં પણ 6 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. છત્તીસગઢમાં સામાન્ય રીતે જૂન મહિનામાં જેટલો વરસાદ થાય છે તેના કરતા 27 ટકા વરસાદ ઓછો થયો છે.
દેશમાં જુલાઈ મહિનામાં સરેરાશ 94 થી 100 ટકા વરસાદ પડે તેવી શક્યતા છે.દેશમાં ચોમાસુ મોડુ તો પહોંચ્યુ છે પણ જે જે રાજ્યોમાં ચોમસાની એન્ટ્રી થઈ છે ત્યાં સારો વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને તેનો ફાયદો મળ્યો છે. દેશના કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ છે.
ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થયા બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. જો કે, હજુ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નહીં થયો હોવાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે