1. Home
  2. ગુજરાતી
  3. દેશ સમૃદ્ધ ભારતની પ્રેરણા સાથે આગળ વધી રહ્યો છેઃ પીએમ મોદી
દેશ સમૃદ્ધ ભારતની પ્રેરણા સાથે આગળ વધી રહ્યો છેઃ પીએમ મોદી

દેશ સમૃદ્ધ ભારતની પ્રેરણા સાથે આગળ વધી રહ્યો છેઃ પીએમ મોદી

0
Social Share

નવા સંસદભવનમાં પ્રવેશ કર્યા બાદ સાંસદોને સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ, લોકમાન્ય તિલકજીની યાદ આવે છે. દેશમાં ગણેશ પર્વથી સ્વરાજ્યની સંકલ્પને શક્તિ આપી હતી. આજે આનો આ પર્વ લોકમાન્ય તિલકજીએ સ્વતંત્ર ભારતની વાત કરી હતી. આજે આપણે સમૃદ્ધ ભારતની પ્રેરણા સાથે આગળ વધી રહ્યાં છીએ છે. આજે સંવતસરીનો પર્વ છે. આજના દિવસને ક્ષમાવાણીનો પર્વ કહેવાય છે. આજે મિચ્છામી દુકડમ કહેવાનો પર્વ છે. મન, કર્મ અને વચનથી જાણે-અજાણે કોઈને દુખ પહોંચાડ્યું હોય તો ક્ષમા માંગવાનો પર્વ છે. મારી તરફથી વિનમર્તા સાથે તમામ સાંસદો અને દેશવાસીઓને મિચ્છામી દુકડમ. આજે આપણે ભૂતકાળની કળવાશ ભુલીને આગળ વધવાનું છે. આપણા આચરણ, વાણી અને સંકલ્પોથી જે પણ કરીશું તે દેશ અને નાગરિકો માટે પ્રેરણાનું કારણ બનવું જોઈએ.

આ ભવન નવું છે અને બધુ જ નવું છે. તમામ વ્યવસ્થા નવી છે. પરંતુ અહીં કાલ અને આજને જોડતી વિરાસત ઉપસ્થિત છે. જે આઝાદીની પ્રથમ કિરણનું સાક્ષી રહ્યું છે. જે આપણા સમૃદ્ધ ઇતિહાસને જોડે છે. સંસદીય લોકતંત્રનો આ નવો ગૃહપ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે આઝાદીનું સાક્ષી સેંગોલ, આ સેંગોલ ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુનો સ્પર્શ થયો હતો. એટલે મહત્વપૂર્ણ અતિતને સેંગોલ જોડે છે. તિમિલનાડુનું મહાન પ્રતિકની સાથે દેશની એકતાને જોડતું પ્રતિક છે. પવિત્ર સેંગોલ નહેરુની હાથની શોભા હતી, જે દેશની શોભા બન્યું છે. અમારા શ્રમિક તેમનો પરસેવો આ ભવનમાં લાગ્યો છે. કોરોનાકાળમાં તેમણે અહીં કામ કર્યું હતું. હું અવાર-નવાર તેમને મળવા આવતો હતો. આપણે આ શ્રમિકોનો આભાર માનવો જોઈએ. 30 હજારથી વધારે શ્રમિકોએ કામ કર્યું છે. નવી પરંપરાનો પ્રારંભ થઈ રહ્યો છે જેનો આનંદ છે. સદનમાં ડિજીટલ બુક રાખાઈ છે. જેમાં તમામ શ્રમિકોનો પરિચય રખાયો છે. આ નવી અને શુભ શરૂઆત છે. આ પ્રસંગ્રે દેશવાસીઓ તરફથી લોકતંત્રની મહાન પરંપરા તરફથી શ્રમિકોનો આભાર માનું છું.

ભવન બદલાયું છે ભાવનાઓ પણ બદલાવી જોઈએ. સંસદ રાષ્ટ્ર સેવાનું ઉચ્ચ સ્થાન છે. સંવિધાનનું નિર્માણ દળહિત માટે નહીં દેશહિત માટે કર્યું છે. સંકલ્પો સાથે નવી ભાવના લઈને આગળ વધીએ. અમારો સમગ્ર પ્રયાસ રહે છે કે, તમામ સાંસદો આપની આશામાં ખરા ઉતરીએ અને અનુશાસનનું પાલન કરીએ. દેશ આપણને જોવે છે. ચૂંટણીની હજુ વાર છે, અહીં જે વ્યવહાર થાય છે તેની ઉપરથી નક્કી થશે કે કોણ અહીં બેસવા માગે છે કે કોણ ત્યાં બેસવા માંગે છે. અમે તમામ એક મત અને એક સંકલ્પ સાથે સાર્થક વિચાર કરીએ. આપણા વિચાર અલગ હોઈ શકે પરંતુ સંકલ્પ એક સમાન હોવા જોઈએ. સંસદે રાષ્ટ્રહિતમાં કામ કર્યું છે. મને આશા છે કે, નવી શરુઆતની સાથે રાષ્ટ્રહતિની ભાવના મજબુત કરીશું તો આવનારી પેઢીઓને લાભ મળે.

લોકતંત્રમાં રાજનીતિ, નીતિ અને શક્તિનો ઉપયોગ સમાજના પ્રભાવિ બદલાવનું માધ્યમ છે. જેથી સ્પેસ હોય કે સ્પોર્ટસ હોય દરેક ક્ષેત્રમાં ભારતીય મહિલાઓની તાકાત જોઈ રહી છે. દુનિયા સમજી રહી છે કે, માત્ર મહિલાઓના વિકાસની વાત પુરતી નથી, માનવજાતની વિકાસના પડાવને પ્રાપ્ત કરવી છે કે, મહિલા સશક્તકરણને ધ્યાન આપવું પડશે. મુદ્રા યોજના સહિતની યોજનાઓનો સૌથી વધારે લાભ મહિલાઓએ લીધી છે. દરેક દેશની વિકાસ યાત્રામાં માઈલસ્ટોન આવે છે ત્યારે તે ગર્વથી કહે છે કે, આજના દિવસે અમે નવો ઈતિહાસ રચ્યો છે. નવા સદનના પ્રથમ સત્રના પ્રથમ ભાષણમાં વિશ્વાસથી કહી રહ્યો છું કે, આજનો દિવસ ઇતિહાસમાં નામ નોંધાવવાનો છે. આપણા માટે સમય ગર્વની વાત છે. અનેક વર્ષોથી મહિલાઓના આરક્ષણ અંગે અનેક ચર્ચા થઈ છે, મહિલા આરંક્ષણને લઈને પહેલા પણ સંસદમાં પ્રયાસ કરાયાં છે. 1996માં પ્રથમવાર પહેલીવાર પાસ થયું હતું. અટલજીના શાસનમાં અનેકવાર બિલ પાસ થયું હતું પરંતુ તેને પાર કરવાના આંકડા ન મળતા સ્વપ્ન પુર્ણ ન થઈ શક્યું. ઈશ્વરે અનેક કામો માટે મને પસંદ કર્યો છે, એકવાર ફરીથી અમારી સરકારે આ દિશામાં પગલુ ભર્યું છે. મહિલા આરંક્ષણને લઈને કેબિનેટમાં મંજુરી આપવામાં આવી છે. આજે 19મી સપ્ટેમ્બરની તારીક ઈતિહાસમાં અમૃત પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં યોગદાન આપી રહી છે. નારિશક્તિ વિવિધ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા નિભાવે. સદનની પ્રથમ કાર્યવાહી રૂપે દેશના આ નવા બદલાવનું આહનવાન કર્યું છે અને નારીશક્તિ માટે તમામ સાંસદો મળીને નવા પ્રવેશદ્વાર ખોલી દે. અમારી સરકાર સંવિધાન સંશોધક વિધેયક રજુ કરી રહી છે. આ વિધેયકનો હેતુ લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓની ભાગીદારી વધશે. નારિશક્તિ વંદન અધિનિયમથી આપણુ લોકતંત્ર મજબુત બનશે. તમામ માતા-બહેનો અને બેટીઓને આશ્વાસન આપું છું કે, આ દિવસે કાનૂન બનાવવા સંકલ્પબદ્ધ છીએ. તમામ સાંસદોને વિનંતી કરું છું કે, સારી શરૂઆત થઈ રહી છે તો સર્વસંમતિથી આ કાનૂન બનશે તો તેની તાકાત અનેક ઘણી વધી જશે. જેથી તમામ સાંસદોને તેને મંજુરી આપવા પ્રાર્થના કરું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code