- ડિજિટલ ચૂકવણી મામલે ભારતની નવી સિદ્ધી
- વૈશ્વિક વ્યહવારોમાં ભારતની 46 ટકાથી વધુ ભાગીદારી
દિલ્હીઃ- પીએમ મોદીએ ભારતમાં ડિજિટલ ચૂકવણીને વેગ આપ્યો છે ત્યારે દિવસેને દિવસે ડિજિટલ પેમેન્ટ ચૂકવણી મામલે ભારત આગળ વધતુ જોવા મળી રહ્યું છે અને અનેક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે ત્યારે ગ્લોબલ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં પણ ભારતે હવે નવી સિદ્ધી હાંસલ કરી છે.
એટલે કે ભારત ડિજિટલ પેમેન્ટ પર પ્રભુત્વ જાળવી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટને વ્યાપક રીતે અપનાવવાને કારણે ભારત કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. નવા ભારતે ફરી એકવાર ડિજિટલ પેમેન્ટ્સમાં વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન હાંસલ કરીને સાબિત કરી બતાવ્યું છે કે ભારત ટેકનિકલ રીતે પણ આગળ વધતો દેશ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વર્ષ 2022 માં, વિશ્વની કુલ ડિજિટલ રિયલ ટાઈમ ચુકવણીઓમાંથી 46 ટકા ભારતમાં જ થઈ હતી. આ રેન્કિંગમાં ભારત પછી આવતા ચાર દેશોના કુલ વ્યવહારો કરતાં વધુ છે. ભારત સરકારના આકંડાઓ પર નજર કરીને વાત કરીએ તો વર્ષ 2022માં ભારતમાં કુલ 89.5 મિલિયન રિયલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.આરબીઆઈએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર, ડિજિટલ પેમેન્ટ્સમાં ભારતે મૂલ્ય અને વોલ્યુમમાં નવો રેકોર્ડ હાંસલ કર્યો છે, જે ભારતીય પેમેન્ટ સિસ્ટમની વિશ્વસનીયતા દર્શાવે છે.
આ મામલે ભારત 89.5 મિલિયન રીઅલ-ટાઇમ પેમેન્ટ સાથે યાદીમાં ટોચ પર છે. આ પછી, બ્રાઝિલ 29.2 મિલિયન સાથે બીજા, ચીન 17.6 મિલિયન સાથે ત્રીજા, થાઇલેન્ડ 16.5 મિલિયન સાથે ચોથા અને દક્ષિણ કોરિયા 8 મિલિયન સાથે પાંચમા સ્થાને છે.