Site icon Revoi.in

રસીકરણ ઝુંબેશમાં બે મહિનામાં દેશ મોટી સફળતા મેળવી લેશે- 100 ટકા વયસ્કોને અપાઈ જશે વેક્સિનનો પ્રથમ ડોઝ 

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી દરમિયાન કોરોના પર કાબૂ મેળવવાના અનેક પ્રયત્નોમાં કોરોનાની વેક્સિન મોખરે છે જેને લઈને જાન્યુઆરી મહિનાની શરુઆતથી જ રસીકરણ અભિયાન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે હવે આ અભિયાને વેગ પકડ્યો છે.દેશની વસ્તીમાં કુલ રસીકરણ 75 કરોડને પાર કરી ગયું છે.

ત્યારે હવે પુખ્ત વયના લોકો માટે સિંગલ ડોઝ રસીકરણ પણ આગામી બે મહિનામાં 100 ટકા સુધી પહોંચશે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે  દેશમાં કુલ પુખ્તવયની વસ્તી 94 કરોડ છે, જેમાંથી 57 કરોડથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.

રસીકરણના મામલે મંત્રાલયને આશા છે અને તેમનું માનવું છે કે આ મહિનાના અંત સુધીમાં આ સંખ્યા 60 થી 62 કરોડને પાર કરી શકે છે. આગામી ઓક્ટોબરમાં, 80 કરોડથી વધુ પુખ્ત વયના લોકોને રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી જશે.

બીજી તરફ ગુજરાત રાજ્યમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ થયા બાદ દેશમાં કોવેક્સિનનો પુરવઠો સુધરી રહ્યો છે. રાજ્યો પાસે પહેલા કરતા હવે કોવેક્સિનનો સ્ટોક વધવા લાગ્યો છે. મંગળવારે, કેન્દ્રએ 1.5 કરોડથી વધુ રસીઓનો નવો જથ્થો જારી કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંપની દ્વારા 30 લાખથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.