નાગપુરઃ દેશમાં આજે 75માં ગણતંત્ર પર્વની દેશ ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગ્રે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતજીએ એકતાનો સંદેશ આપતા કહ્યું હતું કે, આપણે તમામ દેશવાસીઓ ભાઈચારાથી મળીને ચાલીશું તો જ દેશ આગળ વધશે. મોહન ભાગવતજીએ નાગપુર સ્થિત સંધના મુખ્યાલય ખાતે તિરંગો લહેરાવાયો હતો.
તિરંગાને સલામી આપતા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, ભારતના લોકોની ક્ષમતા અસીમિત છે. જ્યારે તે તાકાત વધશે તો તે કોઈ કમાલ કરી શકશે. આજે આપણે તમામ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે, પરંતુ આપણે ત્યારે જ કંઈક હાંસલ કરી શકીએ છે જ્યારે આપણી અંદર ભાઈચારાની ભાવના જાગશે. આપણા દેશમાં વિવિધતામાં એકતાની પરંપરા રહી છે. દેશ ત્યારે જ નવી ઉંચાઈઓ પર પહોંચી શકીએ છે, જ્યારે તમામ સાથે મળીને ભાઈચારાની ભાવના સાથે કરીશું અને સંવિધાનનું પાલન કરીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓને ગણતંત્ર પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. ટ્વિટર (X) પર પોસ્ટ કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, ‘દેશના અમારા પરિવારના તમામ સભ્યોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ.’