Site icon Revoi.in

હવે દેશને મળશે ટૂંક સમયમાં જ ત્રીજી કોરોના વેક્સિન – સ્પુતનિક-વીના ત્રીજા તબક્કાના પરિક્ષમને મળી મંજુરી

Social Share

દિલ્હીઃ-આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણની સૌથી મોટી ઐતિહાસિક  ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. તો બીજી તરફ કોરોનાની વેક્સિન બનાવી રહેલી ડોક્ટર રેડ્ડી લેબોરેટરીઝને સ્પુતનિક-વીના ત્રીજા તબક્કાના ટ્રાયલને પણ મંજૂરી મળી છે. સ્પુતનિક-વી એ રશિયા દ્વારા વિકસિત કરાયેલ કોરોનાની વેક્સિન છે, આ વેક્સિન હજી પણ પ્રાયોગિક તબક્કે છે.

ડીસીજીઆઈએ ડોક્ટર રેડ્ડી લેબોરેટરીઝને કોરોના રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણો કરવા માટેની મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડીઝ નું આ બાબતે કહેવું છે કે,ક ત્રીજા તબક્કામાં આ વેક્સિનનું પ્રથમ  પરીક્ષણ 1 હજાર 500 લોકો પર હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ આપેલી માહિતી પ્રમાણે વિશ્વની 200 થી વધુ કંપનીઓ કોરોના વેક્સિનનું નિર્માણ કરી રહી છે.

આ કંપનીઓમાંથી 30 કંપનીઓ ભારતની છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસી અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનને કટોકટીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આપવામાં આવી છે,આજ રોજ આ બન્ને વેક્સિનને લઈને રસીકરણની ભવ્ય શરુાત કરવામાં આવી છે.

આ સાથે જ ગુજરાતની ઝાયકોવિડ રસી પણ પરિક્ષણના તબક્કામાં છે. હવે ડોક્ટર રેડ્ડીની લેબોરેટરીઓ પણ આ શ્રેણીમાં જોડાઈ છે. રેડ્ડી લેબોરેટરીઝને ત્રીજા તબક્કાના પપિક્ષણને મંજૂરી આપતા પહેલા, ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડે તેના ત્રીજા તબક્કા પરિક્ષણ સાથે સંબંધિત ડેટાનો અભ્યાસ કર્યો હતો અને તે માહિતિથી સંતુષ્ટ થયા પછી જ, તબક્કા ત્રણ માટે સ્વયંસેવકોની ભરતી કરવાની ભલામણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છ્લાલ કેટલાક મહિનાઓથી દેશભરમાં અને વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, ત્યાર બાદ વિશ્વભરના અનેક નિષ્ણાંતો, ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો વેક્સિન નિર્માણના કાર્યમાં જોતરાયા હતા અને છવટે તેઓને સફળતા પમ મળી, ત્યારે હવે દરેક લોકો આશા સેવી રહ્યા છે કે વેક્સિનના ડોઝથી વિશ્વભરમાં કોરોના હરાવી શકાય.

સાહિન-