Site icon Revoi.in

કેન્દ્રની દેશવાસીઓ 14 ફેબ્રુઆરીએ ‘કાઉ હગ ડે’ મનાવાની કરી અપીલ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને 7 ફેબ્રુઆરીથી અનેક ડે ની શરુઆત થી છે, 14 ફેબ્રુઆરી વિશ્વભરમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે ત્યારે  આ સપ્તાહની શરુઆત 7 તારીખે રોઝ ડેથી થાય છે જો કે આ14 ફએબ્રુઆરીના રોઝ કાઉ હગ ડે મનાવવામાં આવે તો કેવું રહે, આ બબાતે સરકારે પણ લોકોને અપીલ કરી છે.

કાઉ હગ ડેનો વિચાર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવ્યો છએ તેમણે  દેશવાસીઓને 14 ફેબ્રુઆરીના રોજ ‘ગાય હગ ડે’ ઉજવવાની અપીલ કરી છે. ‘વેલેન્ટાઈન ડે’ સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે. બોર્ડની અપીલ મુજબ આ દિવસે ગાય હગની ઉજવણી કરવામાં આવનાર છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આપણે બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્કૃતિનો આધાર છે. પશ્ચિમી સભ્યતાની ઝગમગાટ આપણને આપણી સંસ્કૃતિ અને વારસાને વિસરી રહી છે. ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક ઉત્થાન થાય છે. એટલા માટે ગાયને પ્રેમ કરતા લોકોએ 14 ફેબ્રુઆરીના રોજ COW HUG DAY ઉજવવો જોઈએ. આ દિવસની ઉજવણી કરતી વખતે, ગાયને આપણી માતા તરીકેનું મહત્વ સમજો.

 

 એનિમલ વેલ્ફેર બોર્ડે વેલેન્ટાઈન ડેને બદલે 14 ફેબ્રુઆરીએ ગાય હગ ડે ઉજવવાની માંગ કરી છે. એનિમલ વેલફેર બોર્ડ માંગ કરે છે કે 14 ફેબ્રુઆરીએ ગાયોને ગળે લગાવો અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરો અને વેલેન્ટાઈન ડેને બદલે ગાય હગ ડે ઉજવો તેમ અપીલ કરી છે.આ અપીલ 6 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી.