દેશની વાયુસેના બાડમેર નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે, આ વિમાનમાં સવાર હશે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નિતીન ગડકરી
- વાયુસેના રાજ્થાનના બાડમેર હાઈવે પર હવે ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે
- જે વિમાન લેન્ડ કરવામાં આવશે તેમાં રાજનાથ સિંહ સવાર હશે
- આ દેશનો પ્રથમ હાઈવે છે જ્યાં એરફઓર્સનું વિમાન લેન્ડિંગ થઈ શકશે
- આ પ્રકારના વધુ 12 માર્ગો તૈયાર કરવામાં આવશે
દિલ્હીઃ દેશની ત્રણે સેનાઓ અનેક મોરચે મજબૂત બની રહી છે અને આ માટે સતત પ્રયત્નો પણ થઈ રહ્યા છે, ત્યારે હવે વધુ એક વાયુસેનાનું વિમાન આ અઠવાડિયે રાજસ્થાનના બાડમેરમાં નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગની પ્રેક્ટિસ કરશે. મળતી માહિતી પ્રમાણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આ વિમાનમાં સવાર હશે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર બંને મંત્રીઓ આ સપ્તાહે બાડમેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 3.5 કિલોમીટરના પટનું ઉદ્ઘાટન કરશે. આ સ્ટ્રીપ વાયુસેનાના લડાકુ વિમાનો અને અન્ય વિમાનોના ઇમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે.જે દેશનો પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જેનો ઉપયોગ વાયુસેનાના વિમાનોની કટોકટી ઉતરાણ માટે કરવામાં આવશે.
આ પહેલા પણ ઓક્ટોબર 2017 માં, ઈન્ડિયન એરફોર્સ એ ફાઈટર જેટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટએ લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર લેન્ડિંગ પ્રેક્ટિ, કરી હતી જેથી એ જણઆવી શકાય કે આવા હાઈવેનો ઉપયોગ વાયુસેના એરક્રાફ્ટની ઈમરજન્સી લેન્ડિંગ માટે થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ બાડમેરમાં રાષ્ટ્રીય માર્ગ પર હવાઈ પટ્ટી તૈયાર કરવામાં વાયુસેનાના અધિકારીઓ સાથે મળીને કાર્ય કર્યું હતું. તેમણે કહ્યું કે બાડમેર સિવાય દેશભરમાં ઓછામાં ઓછા 12 આવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી કટોકટીની સ્થિતિમાં એરફોર્સના વિમાનો દ્વારા એરસ્ટ્રીપ તરીકે તેનો ઉપયોગ કરી શકાય