- રક્ષામંત્રી રાજનાથ સિંહને થયો કોરોના
- પોતે હોમ આઈસોલેટ થયા હોવાની માહિતી આપી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છએ ત્યારે હવે કોરોનાએ રાજકણના લોકોને પણ પોતાની ઝપેટમાં લીધા છએ,આજરોજ દેશના રક્ષામંત્કરી એવા રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રક્ષામંત્રી રાજનાથ સિહં કોરોના સંક્રમિત થયા છે. જાણકારી પ્રમાણે સંરક્ષણ મંત્રીને હાલમાં હળવા લક્ષણો સાથે હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. તબીબોની ટીમે તેની તપાસ કરી અને આરામ કરવાની સલાહ આપી.
વિતેલા દિવસને બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત કમાન્ડર કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. બીજી તરફ, રાજનાથ સિંહ 20 એપ્રિલ એટલે કે આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેઓ આ કોન્ફરન્સમાં હાજર રહેવાનું ટાળશ્યું હતું, સાવચેતીના ભાગરુપે તેમણે ભીડ વાળી જગ્યાથી દૂરી બનાવી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 12 હજાર 591 નવા કેસ સામે આવ્યા છે તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર વધુ જોવા મળે છએ અહી છે વિતેલા દિવસે 1700થી વધુ કોરોના કેસ નોંધાયા છે ત્યારે હવે કોરોનાએ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહને ઝપેટમાં લીધા છે.