- સતત ચોથા મહિને ઈંઘણની માંગમાં વધારો
- દેશની અર્થવ્યવસ્થામાં વેગ
દિલ્હીઃ-દેશમાં ડિસેમ્બર મહિનામાં સતત ચોથા મહિને ઇંધણની માંગમાં વધારો થયો છે. આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થયા બાદ ડિસેમ્બરમાં ઇંધણનો વપરાશ 11 મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે, કોરોના પહેલાના સ્તર કરતા હજી પણ બે ટકા ઓછો જ છે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના કામચલાઉ આંકડાપ્રમાણે ડિસેમ્બર 2020 માં, પેટ્રોલિયમ પેદાશોની કુલ માંગ વાર્ષિક ધોરણે ઘટીને 1.85 કરોડ ટન થઈ ગઈ છે. એક વર્ષ પહેલા સમાન મહિનાની સરખામણીમાં તે 1.89 કરોડ ટન હતું.
પરિવહન અને વ્યવસાયની ગતિવિધિઓ શરુ થવાથી ડિસેમ્બર મહિનામાં ઈંઘણની ખપત દર મહિનાના આધારે આ ચોથા મહિને વધી છે, નવેમ્બર 2020 માં દેશમાં ઇંધણનો વપરાશ 1.87 કરોડ ટન હતો. સપ્ટેમ્બરમાં પેટ્રોલનો વપરાશ પૂર્વ-કોવિડ -19 સ્તર પર પહોંચ્યો હતો. તે જ સમયે ઓક્ટોબરમાં ડીઝલનો વપરાશ સામાન્ય હતો.
જો કે, નવેમ્બર મહિનામાં તેની માંગ ફરીથી ઘટી ગઈ હતી. ડિસેમ્બરમાં પણ તેની માંગમાં ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં ડીઝલની માંગ વાર્ષિક ધોરણે 7.4 ટકા વધી છે. તે નવેમ્બરમાં 6.9 ટકા અને ડિસેમ્બરમાં ૨.7 ટકા ઘટીને 71.8 લાખ ટન નોંધાઈ છે. જોકે, મહિના-દર-મહિનાના આધારે ડીઝલની માંગમાં મામૂલી સુધારો થયો છે. નવેમ્બરમાં તે 70.4 લાખ ટન રહી હતી.
લોકડાઉનના કારણે ઈઁઘણની માંગમાં 49 ટકાનો ઘટાડો
કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે લોકડાઉન કરવાને કારણે એપ્રિલમાં ઇંધણની માંગમાં 49 ટકાનો ઘટાડો થયો છે. 69 દિવસના રાષ્ટ્રીય કક્ષાના લોકડાઉન પછી, સ્થાનિક અને રાજ્ય કક્ષાએ પણ અંકુશ મૂક્યો હતો. જો કે, પાછળથી આ પાબંધિઓમાં છૂટછાટ આપવામાં આવી. નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં હજી પણ સ્થાનિક સ્તરે પ્રતિબંધો છે. ઉત્સવની સીઝનની શરૂઆતથી જ ઇંધણનો વપરાશ વધવા લાગ્યો હતો. પરંતુ દેશના મોટાભાગના ભાગોમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હજી પણ બંધ છે. આવી સ્થિતિમાં, જાહેર પરિવહન હજી સામાન્ય બન્યું નથી.
સાહિન-