Site icon Revoi.in

દેશના દુશ્મનો પર રહેશે બાજ નજર – દેશનું પ્રથમ સ્વદેશી માનવ રહીત ડ્રોન ‘તપસ’ આવતા અઠવાડિયા બેંગલુરુના એરશોમાં ભરશે ઉડાન

Social Share

દિલ્હીઃ- ભારત દેશ દરેક ક્ષેત્રમાં સતત આગળ વધીને પ્રગતિ કરી રહ્યો છે સાથે જ વિદેશને ટક્કટર આપી રહ્યો છએ ત્યારે આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ દેશની સુરક્ષાના સાધનો પણ ભારતમાં જ નિર્માણ પામી રહ્યા છએ દુનિયાભરમાં ભારકતની વાહવાહી થી રહી છએ ત્યારે હવે ભારતમાં જ નિર્મીત માનવ રહીત ડ્રોન પણ હવે પોતાની કરતબ દેખાડવા તૈયાર છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ માનવ રહીત ડ્રોનને આવતા અઢવાડિયે બેંગલુરુમાં યોજાનારા એર શોમાં ઉડાન ભરતું આપણે જોઈ શકીશું. આ  ડ્રોન ભારતમાં જ બનેલું  છે જે દેશનું પહેલું સ્વદેશી અદ્યતન રિકોનિસન્સ ડ્રોન એટલે કે માનવરહિત વાહન છે.

આવતા અઠવાડિયે બેંગલુરુમાં યોજાનારા એરો ઈન્ડિયા શોમાં તપસ ડ્રોન સૌની સામે પ્રથમ વખત ઉડતું બતાવવામાં આવશે.આ ડ્રોન થકી દુશ્નો પર બાજ નજર રાખી શકાશે. ભારતની તાકાતમાં તેનાથી ઓર વધારો થતો જોવા મળશે.

એરો ઈન્ડિયા શોમાં DRDOના તપસ ડ્રોન તેમજ 180 થી વધુ વિમાન ઉડાન ભરીને પોતાની તાકાત દેખાડશે. આ એરો શોમાં તપસ-બીએચ પોતાની ખાસિયત દર્શાવશે. ત્યાર બાદ આ સ્વદેશી લડાયક ડ્રોન  આજ વર્ષે જૂન-જુલાઈમાં તેની પ્રથમ ઉડાન ભરવા માટે તૈયાર છે

જાણો માનવ રહીત તપસ ડ્રોનની ખાસિયતો