- દેશની પહેલી કોરોનાની ટેબલેટ પ્રથમ તબક્કાના પરિક્ષણમાં પાસ
- હવે થશે આ ટેબલેટનું ક્લિનિકલ ટ્રાયલ
દિલ્હી – દેશભરમાં જ્યારથી કોરોના મહામારી વર્તાી રહી થે ત્યારથી વેક્સિનની પ્રક્રિયા તેજ બની છે આ સાથએ જ કોરોનાને લઈને ટેબલેટ પણ વિકસાવવાની પ્રક્રિયા હાલ શુ છે ત્યારે હવે કોરોનાની દેશની પ્રથમ ટેબલેટ પર ઘણી આશાો સેવાઈ રહી છે.દેશની પ્રથમ કોરોના ટેબ્લેટ પરીક્ષણના પ્રથમ તબક્કામાંથી પસાર થઈ ગઈ છે.
જાણકારી પ્રમાણે સેન્ટ્રલ ડ્રગ્સ લેબ કસૌલીએ ટ્રાયલમાં ટેબ્લેટની ગુણવત્તા અને ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું. જેમાં VXA-GOV 2 એન્ટરિક કોટેડ ટેબ્લેટ સફળતાપૂર્વક પ્રથમ સ્ટેજ પાર કરી લીધુ છે. હવે તેનું ટૂંકસમયમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આ ટેબલેટ બેંગ્લોરની સિંજિન કંપની દ્વારા યુએસથી આયાત કરવામાં આવી છે. કંપનીએ આ વર્ષના અંત સુધીમાં આ દવાને માર્કેટમાં ઉપલબ્ધ કરાવાનો દાવો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમામ ટ્રાયલ સફળ થાય છે, તો આ ટેબ્લેટનું સેવન કર્યા પછી, કોરોના દર્દી પર તેની અસર દેખાવાનું શરૂ થઈ જશે અને તે થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જશે.
ટેબ્લેટની ગુણવત્તા અને ક્ષમતાનું પરીક્ષણ CDL કસૌલી ખાતે કરવામાં આવી રહ્યું છે. જોકે, કોરોના ટેબલેટને માર્કેટમાં લૉન્ચ કરતા પહેલા ટેસ્ટિંગના વધુ બે તબક્કામાંથી પસાર થવું પડશે. આ સાથે રસીના ક્લિનિકલ ટ્રાયલ પણ થશે.
આ સાથે જ કંપનીએ તેની જાણ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને કરવાની રહેશે. ટેબલેટની ટ્રાયલ મે મહિનામાં સીડીએલ કસૌલી ખાતે શરૂ થઈ હતી. જો તે તમામ માપદંડોને પૂર્ણ કરે છે, તો તે દેશની પ્રથમ કોરોના ટેબ્લેટ હશે. પ્રથમ તબક્કો પસાર કર્યા પછી, બીજી ટ્રાયલ 10 ઓગસ્ટથી શરૂ થશે. આ માટે કંપની દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, કંપની તેની ટ્રાયલ બેચને ફરીથી પરીક્ષણ માટે CDL કસૌલી મોકલશે.