- દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કાર ક્રેશ પરિક્ષણ કેન્દ્ર
- ઈન્દોર ખાતે નિર્માણ પામ્યું આ કેન્દ્ર
દિલ્હીઃ- ટેકનોલોજી ક્ષેત્ર ભારત વિશ્વ સાથે પગ માંડી રહ્યું છે, અનેક ટેકનો બાબતે ભારતનું હવે વિશ્વમાં વર્ચસ્વ જોવા મળે છે ત્યારે હવે આપણા દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કાર ક્રેશ પરિક્ષણ કેન્દ્ર નિર્માણ પામી ચૂક્યું છે, આ કેન્દ્ર મધ્યપ્રદેશ રાજ્ચયના ઈન્દોર શહેરમાં નિર્માણ પામ્યું છે.
ઉલ્લેખનીય છે કે મારિકેટમાં જ્યારે પણ કોઈ નવી કાર મૂકવામાં આવે તે પહેલા તેના કેટલાક પરિક્ષણો કરવા પડતા હોય છે ત્યાર બાદજ જે તે કારને સેલિંગ માટે મૂકી શકાટ છે,તે કાર ત્યારે જ વેંચાણ માટે સપ્લાય કરવામાં આવે છે કે જ્યારે મોડેલ જણાવેલા કેન્દ્રની ક્રેશ ટેસ્ટ પાસ કરશે. હાઈ સ્પીડ પરિક્ષણ ટ્રેક પર કારની યાંત્રિક અને તકનીકી ક્ષમતા વધુમાં વધુ 350 કિલો મીટર પ્રતિ કલાકની સ્પિડ પર જાણી શકાશે.
કેન્દ્ર દ્વારા આ સેન્ટર સ્થાપિત કરવાનો હેતું ગ્રાહકોને સુરક્ષા પુરી પાડવામાં આવે તે છે,આ બાબતે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે વિશ્ર્વસ્તરીય રેટીંગ એજન્સી ગ્લોબલ ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામની ક્રેશ ટેસ્ટીંગમાં ભારતની બજેટ કાર દરેક વર્ષે નિશઅફળ નિવડે છે. જેના કારણે ભારતીય એજન્સીઓની મીકેનીકલ, ટેકનીકલ અને ક્રેશ ટેસ્ટીંગ પ્રણાલીને લઈને અનેક સવાલો ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે હવે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઓટોમોબાઈલ પરિક્ષણ અને સંશોધન વિકાસ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને તમામ પરિક્ષણોના અધિકાર આપવાનો નિર્ણય કરાયો હતો. આ અંતર્ગત માર્ગ પરિવહન મંત્રાલયે 20 જુલાઈ જારી કરી છે. 2019માં તેને ઈન્દોરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિક્ષણ ટ્રેક અને ક્રેશ સેન્ટરની માન્યતા મળી હતી. હવે દેશમાં નવી કારના પ્રોટોકોલ મોડલ માટે મીકેનીકલ અને ટેકનીકલ ટેસ્ટીંગના કડક અને નિરધારિત કમાપદંડમાં ખરા ઉતરે તો જ તેને વેચી શકાશે.