Site icon Revoi.in

દેશની હરનાઝ કૌર સંઘૂ 70મી મિસ યૂનિવર્સ બનીઃ 21 વર્ષ બાદ દેશની બ્યૂટિ ક્વિને આ ખિતાબ જીત્યો

Social Share

 

દિલ્હીઃ- ભારત દેશ પોતાનામાં જ એક ખાસિયત છે, વિશ્વની કોઈ પણ બાબત કે ક્ષેત્રમાં દેશનું નામ સતત રોશન થતું જોવા મળી રહ્યું છે તે આરપ્થિક દ્રષ્ટિએ હોય છે પછી સામાજિક કે પછી સૌંદર્યની દ્રષ્ટિએ હોય ભાપત મોખરે હોય છે તે વાત ફરી ભારતની હરનાઝ કૌરે 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને સાચી કરી બતાવી છે.

મિસ યુનિવર્સ 2021નો તાજ હરનાઝ સંઘુએ ભારતના નામે  કર્યો છે. હરનાઝ કૌરે સંધુ 70મો મિસ યુનિવર્સનો ખિતાબ જીતી દેશનું નામ રોશન કર્યું છે. મિસ યુનિવર્સ સ્પર્ધા આ વર્ષે 12 ડિસેમ્બરે ઈઝરાયેલમાં યોજાઈ હતી. પંજાબની હરનાઝ કૌર 21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો ખિતાબ જીતવામાં સફળ રહી. આ પહેલા વર્ષ 2000માં લારા દત્તાએ આ સૌંદર્ય સ્પર્ધા જીતી હતી.

21મા વર્ષીય સંધુએ સ્પર્ધામાં પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને પાછળ પછાડ્યા હતા. પેરાગુવેનો સ્પર્ધક પ્રથમ રનર અપ હતી જ્યારે દક્ષિણ આફ્રિકાની સ્પર્ધક સેકન્ડ રનર અપ રહી હતી. મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડિયા મેજા દ્વારા સંધુને તાજ પહેરાવવામાં આવ્યો હતો.

આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો, પરંતુ ત્રણ દેશોની મહિલાઓએ ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું, તેમાંથી એક ભારતની હરનાઝ સંધુ હતી. જોકે, દક્ષિણ આફ્રિકા અને પેરાગુવે બંનેને પાછળ છોડીને ભારતના હરનાઝ સંધુએ કોસ્મિક બ્યુટીનો તાજ પોતાના નામે કર્યો.ઉલ્લેખનીય છે કે  આ સમારોહનો ભાગ બનવા માટે દિયા મિર્ઝા પણ ભારતથી આવી પહોંચી હતી. ઉર્વશી રૌતેલાએ આ વખતે મિસ યુનિવર્સ 2021 ની સ્પર્ધાને જજ કરી હતી.