Site icon Revoi.in

દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રાખવામાં આવશે

Social Share

નવી દિલ્હીઃ દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા નજર રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેથી સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને દુશ્મનને શોધીને તેને ખતમ કરવાનું કામ એન્ટી-ડ્રોન દ્વારા કરવામાં આવે છે.

તાજેતરમાં, જ્યારે દિલ્હીમાં આયોજિત G-20 કોન્ફરન્સ માટે હાઇ પ્રોફાઇલ વિદેશી મહેમાનો આવ્યા હતા, ત્યારે તેમની સુરક્ષા માટે એન્ટિ-ડ્રોન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહેમાનોને રહેવાની હોટેલો અને સ્થળ પર નજર રાખવા એન્ટી-ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. હવે કેન્દ્રીય મંત્રી દ્વારા સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવાની જાહેરાત બાદ તેઓ ફરી ચર્ચામાં છે.

એન્ટિ ડ્રોન સિસ્ટમ એ એક ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ માનવરહિત હવાઈ ઉપકરણોને જામ કરવા માટે થાય છે. ડ્રોનની વિવિધ ક્ષમતાઓ હોય છે જેના પર તેઓ કામ કરે છે. આ ટેક્નોલોજી રેડિયો ફ્રીક્વન્સી દ્વારા દુશ્મનના ડ્રોનને ઓળખે છે. ડ્રોનને હવામાં કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાતાની સાથે જ સેનાને ડ્રોન દ્વારા તેની માહિતી મળે છે.

દુશ્મનોની નાપાક ગતિવિધિઓ વિશે માહિતી એકત્ર કરવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. દેશની સુરક્ષા માટે આ જરૂરી બની રહ્યું છે. ભારત દ્વારા સરહદો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં ત્રાસવાદીઓની ઘુસણખોરી કરવી રહ્યું છે, બીજી તરફ ચીન પણ સરહદ પર દરરોજ મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે.