Site icon Revoi.in

ઓડિશામાં વર્ષ 2022 જુલાઈ સુધી દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિયમ થઈ જશે તૈયાર

Social Share

 

દિલ્હીઃદેશના રાજ્. ઓડિશામાં દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ મામલે  ઓડિશા સરકારે બુધવારના રોજ જણાવ્યું હતું કે,  રાજ્યના રાઉરકેલા જિલ્લામાં નિર્માણ હેઠળ દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ આવતા વર્ષેના જુલાઈ મહિના સુધીમાં બનીને તૈયાર થઈ જશે. રાઉરકેલામાં 20 હજાર લોકોની ક્ષમતા ધરાવતું બિરસા મુંડા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ, ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમ સાથે, પુરુષ હોકી વિશ્વ કપ 2023 નું આયોજન કરશે.

ભારતીય હોકી ટીમો માટે ઓડિશા સરકારના આયોજનને વધુ 10 વર્ષ માટે સ્પોન્સરશિપ વધારવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્ટેડિયમની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે વરિષ્ઠ અધિકારીઓને રાઉરકેલા મોકલ્યા હતા.

મુખ્ય સચિવ એસસી મહાપાત્રાએ સ્ટેડિયમના કામની સમીક્ષા કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “બિરસા મુંડા હોકી સ્ટેડિયમનું નિર્માણ કાર્ય જૂન-જુલાઈ 2022 સુધીમાં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે રાઉરકેલામાં બીજુ પટનાયક ઇન્ડોર સ્ટેડિયમ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.