પીએમ મોદીને પ્રથમ ‘લતા મંગેશકર દીનાનાથ પુરસ્કાર’થી સમ્માનિત કરાશે -સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કરનાર માટે આ એવોર્ડની મંગેશકર પરિવારે કરી જાહેરાત
- લતામંગેશકર દિનાનાથ એવોર્ડથી પીએમ મોદીને કરાશે સમ્માનિત
- 24 એપ્રિલે યોજાશે આ એવોર્ડ સમારોહ,
- દેશની સેવામાં જીવન સમર્પિત કરનાર માટે હોય છે આ એવોર્ડ
- લતામંગેશકરની યાદ માં અપાય છે આ એવોર્ડ
દિલ્હી – સંગીતની દુનિયાનું જાણીતું નામ એટલે લતામંગેશકર, સુર કોકીલા અને ભારત રત્ન સ્વ.લતા મંગેશકરની યાદમાં, તેમના પરિવારે સોમવારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની જાહેરાત કરી હતી.
લતા મંગેશકર અને તેમના પિતા દીનાનાથ મંગેશકરની યાદમાં, આ પુરસ્કાર દર વર્ષે 24મી એપ્રિલે માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર દેશની એવી વ્યક્તિને આપવામાં આવશે કે જેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હોય. આ વખતે પહેલો એવોર્ડ પીએમ મોદીના નામે કરવામાં આવ્યો છે.
એક બેઠક બાદ મંગેશકર પરિવારે એક નિવેદનમાં કહ્યું, “આ વર્ષે ગુરુ દીનાનાથ જીનો 80મો સ્મૃતિ દિવસ છે અને તે પ્રસંગે અમે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. આ પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે રાષ્ટ્ર અને સમાજ માટે માર્ગદર્શક તરીકે સેવા આપીને ઉત્કૃષ્ટ અને અનુકરણીય યોગદાન આપ્યું હોય.
“અમને એ જાહેરાત કરતાં આનંદ અને સન્માન થાય છે કે આ એવોર્ડના પ્રથમ વિજેતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તે આપણા સૌથી આદરણીય નેતા છે. તેઓ એક આંતરરાષ્ટ્રીય રાજકારણી છે જેમણે ભારતને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર મૂક્યું છે.
તેમણે પીએમ મોદીના નેતૃત્વના વખામ કર્યા હતા અને તેઓને આ એવોર્ડ માટે પસંદ કર્યા છે.24 એપ્રિલના રોજ આ એવોર્ડ આપવામાં આવશે,તેમણે કહ્યું કે આપણા મહાન રાષ્ટ્રના હજારો વર્ષોના ભવ્ય ઇતિહાસમાં જોયેલા મહાન નેતાઓમાંના એક છે અને આ એવોર્ડ સ્વીકારવા બદલ અમારો પરિવાર અને ટ્રસ્ટ તેમનો આભાર માને છે.