દિલ્હીઃ- આપણા દેશના જાણીતા કૃષિ વૈજ્ઞાનિકને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે આ સમાચાર તેમના નિઘનના છે,પ્રાપ્ત માહિતી પ્રમાણેદેશના જાણીતા વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનું 98 વર્નિષ ની વયે ધન થયું છે.
માહિતી અનુસાર ચેન્નાઈમાં તેમણે આજે 28 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ અતિંમશ્વાસ લીધા. તેઓને દેશમાં હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સવારે 11.20 કલાકે તેમનું નિઘન થયું હતું
જો તમના જીવન પર એક નજર કરીએ તો તેઓનો જન્મ 7 ઓગસ્ટ, 1925ના રોજ થયો હતો. તેમને ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના લાંબી ઉંમરના કારણે સર્જાયેલી હેલ્થની સમસ્યાઓના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સ્મીવાનાથન કૃષિ વિભાગના વૈજ્ઞાનિક હતા. તેમણે 1972 થી 1979 દરમિયાન ‘ભારતીય કૃષિ સંશોધન પરિષદ’ના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું.કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.
આમ તો સ્વામીનાથનની ગણના ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિકોમાં થાય છે, જેમણે ડાંગરની આવી વિવિધતા વિકસાવી, જેનાથી ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો વધુ ડાંગરનું ઉત્પાદન કરી શક્યા.