Site icon Revoi.in

સુરતમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં બાળકી ઉપર બળાત્કાર ગુજારીને તેની ઘાતકી હત્યા કરનારા આરોપીને કોર્ટે કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. આરોપીએ વડાપાઉની લાલચ આપીને બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારીને માથા ઉપર ઈંટના ફટકા મારીને હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં 7મી ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીનું દિનેશ નામના યુવાને વડાપાઉ આપવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. 10 વર્ષની બાળકીને નજીકની ઝાળીઓમાં લઈને યુવાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ બાળકીએ તેનો પ્રતિકાર કરતા આરોપીએ માથા ઉપર ઈંટના ફટકા મારીને હત્યા કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગણતરીના કલાકોમાં જ આરોપી દિનેશની ધરપકડ કરી હતી.

પોલીસે તેને પકડીને માત્ર 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી.  કોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનોને તપાસવામાં આવ્યાં હતા.

સુનાવણીના અંતે આજે કોર્ટે આરોપીને સજાનો આદેશ કર્યો હતો. બાળકીના પરિવારે ચુકાદા બાદ કહ્યું કે, ફાંસીની સજાથી અમે સંતુષ્ટ છીએ. મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે. એક વર્ષ અમે કેવો કાઢ્યો છે તે અમે જ જાણીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે, સુરતમાં તાજેતરમાં જ આવા એક કેસમાં ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. ત્યારે 10 જ દિવસમાં બીજા નરાધમને ફાંસીની સજા કરાઈ છે.