ગુજરાતમાં તા. 1લી માર્ચથી ફરીથી કોર્ટ શરૂ થશેઃ હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડ્યું
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી કોર્ટમાં કામગીરી બંધ છે. જો કે, હવે નીચલી કોર્ટના દરવાજા આગામી દિવસો ખુલશે. તા. 1લી માર્ચના રોજ નીચલી કોર્ટ શરૂ થશે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડ્યું છે. તેમજ એસઓપી જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી કોર્ટ બંધ છે. બીજી તરફ વકીલો દ્વારા કોર્ટ શરૂ કરવા માટે માંગણી કરવામાં આવતી હતી. છેલ્લા 11 મહિનાથી આ તમામ નીચલી કોર્ટ બંધ હતી. જેની વકીલોની આવક પર મોટી અસર પડી હતી. હવે રાજ્યની નીચલી કોર્ટના દરવાજા ખૂલવાના છે. ગુજરાત હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડ્યું છે. જે મુજબ, 1લી માર્ચથી રાજ્યની નીચલી કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટ શરૂ કરવા SOP જાહેર કરી છે. જે મુજબ, હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોની નીચલી કોર્ટ શરૂ થશે.