ભારતમાં બનેલી કોવિડ-19 રસીની વિવિધ દેશોમાં બોલબાલા, WHO કોવેક્સિનને ઈમરજન્સી ઉપગોય માટે નિર્ણય લેશે
દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિનને દેશના નાગરિકોને સરકાર દ્વારા ફીમાં આપવામાં આવી રહી છે. દરમિયાન ભારતમાં બનેલી કોવિડ-19 રસીને દુનિયાના અનેક દેશોએ સ્વિકારી છે, તેમજ આગામી દિવસોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન ભારતમાં બનેલી કોવેક્સિનને ઉપયોગ માટે નિર્ણય લે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભારતમાં બનતી કોરોના રસીનો ડંકો વિદેશમાં પણ વાગી રહ્યો છે. વધુ એક દેશે ભારતની રસીને માન્યતા આપી છે. જ્યારે અન્ય એક દેશ ભારત સાથે મળીને બંનેની રસીને માન્યતા આપવા તૈયાર થઇ ગયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે, વધુ એક દેશે ભારતના રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપી દીધી છે. સર્બિયા સાથે પારંપરિક મિત્રતા કોવિડ-19 ના પ્રમાણપત્ર પરસ્પરિક માન્યતામાં રૂપાંતરિત થઇ ગઇ છે. તેમણે જણાવ્યુ છે, કે કોવિડ 19 રસીકરણ પ્રમાણપત્રની પરસ્પર માન્યતા શરૂ થઇ ગઇ છે. ભારત અને હંગેરી એકબીજાના કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રોને માન્યતા આપવા સહમત થયા છે. WHO માં કોવિડ-19 રસી “કોવેક્સિન” ને મંજૂરી આપવાનો નિર્ણય આવતા સપ્તાહે થશે. જેને લઇને WHO એ જણાવ્યુ છે કે, ભારત બાયોટેકની રસી ‘કોવેક્સિન’ ઇમરજંસી ઉપયોગ માટે આવતા સપ્તાહે નિર્ણય લેવાશે.
અત્રે ઉલ્લેખનય છે કે, ભારતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે અત્યાર સુધીમાં 93 કરોડથી વધારે લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે.