- વિદ્યાર્થીનીઓમાં સૈનિક બનવાનો ક્રેઝ વધ્યો
- આ રાજ્યમાં દિકરીઓને બનવું છે સૈનિક
- દેશ સેવા માટે ગજબ છે અહીના લોકોમાં જોશ
આઈજોલ :મહિલાઓ હવે પુરુષની સરખામણીમાં આવીને ઉભી રહી ગઈ છે, અને જે રીતે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે તેને જોતા ગર્વની સાથે કહી શકાય કે કે આગામી થોડા વર્ષોમાં તે પુરુષ કરતા પણ વધારે આગળ નીકળી જશે. આ વાત તમામ ભારતીયો માટે ગર્વ સમાન છે કે ભારતીય મહિલાઓને જો તક આપવામાં આવે તો તે પોતાની ક્ષમતાથી પાયલોટ પણ બની શકે છે અને દેશની સેવા માટે તે બોર્ડર પર જઈને બંદૂક પણ ઉઠાવી શકે છે.
હવે વાત છે મિઝોરમની કે… જ્યાં સરકાર દ્વારા વર્ષ 2018માં છિંગચિપથી સૈનિક શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 2020 સુધીમાં શાળાઓમાં વિદ્યાર્થિઓનો પ્રવેશ વધ્યો. વધુ પાંચ શાળાઓ 55 છોકરીઓને પ્રવેશ આપીને સહ-શૈક્ષણિક બનવા તરફ આગળ વધી. વર્ષ 2018માં સૈનિક શાળામાં માત્ર 6 વિદ્યાર્થિની હતી. જે 2020માં વધીને 55 થઇ. તો વર્ષ 2021 સુધીમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધીને 315 થઇ ગઇ છે. બાળકોને તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા છ દાયકાથી શરુ કરવામાં આવેલી ‘નેશનલ ડિફેન્સ એકેડમી’નો હવે વિસ્તાર થઇ રહ્યો છે.
સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ અપાવવાની બાબતમાં નિરસતા જોવા મળી રહી હતી. સૈનિક શાળાઓમાં છોકરીઓનો પ્રવેશ વધારવા માટે ઉત્સાહ વધારવાની જરુર હતી. જે માટે મિઝોરમના છિંગચિપથી પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો જે સફળતા તરફ આગળ વધી રહ્યો છે.
આ વર્ષે, 24 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની તમામ 33 સૈનિક શાળાઓએ માત્ર છોકરાઓ જ પ્રવેશ મેળવી શકે તે રીતને ભુલાવી દીધી છે. આ વર્ષે અખિલ ભારતીય સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષામાં 315થી વધુ છોકરીઓ ઉત્તીર્ણ થઇ છે. આ શાળા ઉમેદવારને પ્રવેશ આપવા ગણિત, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનની કસોટી કરે છે. સૈનિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘોડે સવારીથી લઇને સ્વિમિંગ સુધીની પ્રવૃત્તિઓ પણ શીખે છે.