આંગળીમાં દેખાતો અર્ધચંદ્ર આરોગ્યની આપે છે જાણકારી, શું તમારી આંગળીમાં છે અર્ધચંદ્ર?
- આંગળીમાં દેખાતો અર્ધચંદ્ર બતાવે છે તમારુ સ્વાસ્થ્ય
- શું તમારા હાથની આંગળીમાં છે અર્ધચંદ્ર?
આજકાલના જીવનમાં જો સૌથી વધુ મહત્વનું કાંઈ બન્યું હોય તે સ્વાસ્થ્ય. લોકો આજકાલ પોતાના સ્વાસ્થ્ય પર મોટી રકમ ખર્ચ કરી રહ્યા છે અને તો પણ સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સ્વસ્થ થતુ નથી. તો વાત અત્યારે એવી છે કે આપણા નખ આપણી આંગળીઓને સુરક્ષા આપે છે. અલગ અલગ વ્યક્તિના નખ પણ અલગ-અલગ હોય છે. કોઇના નખ ખૂબ સખત હોય છે. તો કોઇના નખ એકદમ સાફ અને મુલાયમ હોય છે. કેટલાક લોકોને તો હંમેશાં નખ તૂટવાની પણ સમસ્યા રહે છે. કેટલાક લોકોને નખ પર અડધા ચંદ્ર જેવો આકાર પણ દેખાતો હોય છે.
પહેલા તો તમે તમારા હાથના નખને ચેક કરી લો અને જુઓ કે તમારા નખની નીચે પણ ચંદ્ર દેખાય છે? નખમાં દેખાનારા અર્ધચંદ્ર આપણા સ્વાસ્થ્યને લઇને ઘણા સંકેતો આપે છે. જો નખમાં બનેલું અર્ધચંદ્ર સફેદ અને સાફ છે તો સમજી લો કે તમે બિલકુલ સ્વસ્થ છો સામાન્ય રીતે અંગૂઠા પર બનેલો અર્ધ ચંદ્ર બિલકુલ સાફ દેખાય દેખાય છે.
જે લોકોના નખમાં આ લુનુલા બિલકુલ નથી દેખાતો તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. વાસ્તવમાં શરીરમાં લોહીની કમીના કારણે લુનુલા દેખાતો નથી. આ ઉપરાંત કોઇ વ્યક્તિના નખમાં જોવા મળેલા લુનુલા સફેદ અથવા પીળા અથવા તો ભૂરા રંગનો દેખાય, તો તેનો મતલબ તે ડાયાબિટીસનો શિકાર થઈ શકે છે. એટલું જ નહીં આવા લોકોને હૃદય સંબંધિત સમસ્યા પણ હોઈ શકે છે. લુનુલા વિશે તમને એટલું સમજવું પડશે કે જો તે સફેદ રંગનું હશે તો તે ઠીક છે. આ ઉપરાંત તે તમારા નખમાં નથી અથવા તો સફેદ કે બીજા કોઈ રંગનો હોય છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આ જાણકારી વાચકોને વધુ માહિતિ મળે તે માટે લખવામાં આવ્યો છે પરંતુ આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.