Site icon Revoi.in

 નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે ત્યારે વિતેલી રાત્રે અહી નાગચંદ્રેશ્વરનું મંદિર સામાન્ય ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યું છે  જાણકારી પ્રમાણે  નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે 12 વાગ્યે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા ,નાગપંચનીના અવસરે જ આ મંદિરના કપટા માત્ર એક દિવસ માટે ખોલવામાં આવતા હોય છે જેને લઈને નાગપંચમીના આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ ઉમટ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આ માત્ર એક જ મંદિર છે જે નાગ પંચમીના અવસરે વર્ષમાં એકવાર સામાન્ય ભક્તો માટે 24 કલાક ખુલ્લું રહે છે. આ મંદિર વિશે ઘણી પ્રાચીન માન્યતાઓ છે.

આ મંદિર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના બીજા માળે સ્થિત છે.મંદિરના દરવાજા વર્ષમાં એકવાર નાગ પંચમીના અવસરે ખોલવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા માટે ભારે ભીડ ઉમટી રહી છે. સોમવારે રાત્રે 12:00 કલાકે ફરી એકવાર મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે.

નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર ક્યારે ખુલે છે?

ઉજ્જૈનમાં નાગપંચમી નિમિત્તે મહાનિર્વાણ અખાડાના સંતો દ્વારા પૂજન કર્યા બાદ નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મહાનિર્વાણ અખાડાના ગાદીપતિ વિનીત ગિરી મહારાજે જણાવ્યું કે રાત્રે  12:00 વાગ્યે મંદિરમાં ત્રિકાલ પૂજા થઈ, ત્યારબાદ મંદિરના દરવાજા 24 કલાક દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યા.