Site icon Revoi.in

ક્રિકેટ પ્રેમીઓની ઉત્સુકતાનો આવ્યો અંત, માર્ચ મહિનામાં શરૂ થશે IPL

Social Share

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન આ વર્ષે 22 માર્ચથી યોજાશે, જ્યારે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન ફેબ્રુઆરી ના અંતથી શરૂ થશે. સૂત્રો જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને IPLનું આયોજન કરવામાં આવશે.
સૂત્રો જણાવ્યા અનુસાર, IPL હોસ્ટિંગ શહેરોમાં જ્યારે લાકસભા ચૂંટણી યોજાશે તે તબક્કા દરમિયાન, ત્યાની મેચો અન્ય સ્થળોએ યોજાશે. અગામી તબક્કાની ચૂંટણી જ્યાં યોજાશે તે સ્થળોની મેચો અન્ય સ્થળોએ યોજવામાં આવશે. BCCI આ રીતે મેચોનું આયોજન કરવાનું વિચારી રહી છે.
ચૂંટણી દરમિયાન મેચો માટે સૂરક્ષાકર્મીઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ મુશ્કેલી ન હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને BCCIના સચિવ જય શાહ IPL ને ભારતમાં લાવવા સખત મહેનત કરી રહ્યા છે. સૂત્રો જણાવ્યા અનુસાર આ અંગે BCCI અને કેટલાક સરકારી મંત્રાલયો વચ્ચે પણ ચર્ચા થઈ છે. ચૂંટણી દરમિયાન મેચો માટે સૂરક્ષાકર્મીઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે, અગાઉ 2009 અને 2014માં સામાન્ય ચૂંટણીને કારણે IPLનું આયોજન વિદેશમાં કરવું પડ્યું હતુ.
2009માં IPLના કમિશનર લલિત મોદી હતા અને ત્યાર સમગ્ર ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. જ્યારે 2014માં પહેલા 20 મેચોનું આયોજન યુએઈના આબુ ધાબી, દુબઈ અને શારજાહમાં આયોજન કરવામાં આવ્યું હતુ. 2 મેના રોજ ચૂંટણી બાદ બાકીની મેચો ભારતમાં યોજવામાં આવી હતી. પરંતુ, 2019માં સામાન્ય ચૂંટણી સાથે,IPLની તમામ મેચો દેશ ભરમાં યોજાઈ હતી.
WPLની બીજી સિઝન આ વખતે બે શહેરમાં યોજવામાં આવશે. આ વખતે WPL દિલ્હી અને બેંગલોરમાં યોજાશે. ગયા વર્ષે WPLની બધી મેચો મુંબઈમાં રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વિજેતા બની હતી. WPLમાં 5 ટીમો રમે છે. જેમાં દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર, ગુજરાત જાયન્ટ્સ, અને યૂપી વોરિયર્સનો સમાવેશ થાય છે.