ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે રાજય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે એમઓયુ-સમજૂતી કરાર થયા છે. રાજયના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તેટલા માટે ધો.6થી12નો અભ્યાસક્રમ કેમ્બ્રિજ તૈયાર કરશે. સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે આ પ્રથમ સમજૂતી કરાર છે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું .
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે એમઓયુ-સમજૂતી કરાર થયા છે. જે મુજબ ધો.6થી12નો અભ્યાસક્રમ કેમ્બ્રિજ તૈયાર કરશે. ગાંધીનગર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે સર્વોત્તમ અભ્યાસક્રમ ઘડી શકાય તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર કર્યો હતો. વિદ્યાર્થીઓ વધુ કૌશલ્યવાન બને તે માટે અંગ્રેજીનું શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કરવામાં આવશે. ગુજરાતમાં મોટાભાગના ગામડાંના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નબળા હોય છે. અને ઈજનેરી સહિત ઉચ્ચ અભ્યાસક્રમોમાં જ્યારે આ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે ત્યારે મુશ્કેલી ઊભી થતી હોય છે. ખાનગી નોકરીઓ મેળવવામાં પણ હવે અંગ્રેજી જરૂરી બની ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓને અંગ્રેજીનું સારૂ શિક્ષમ મળી રહે તે પણ જરૂરી છે.