દિલ્હીઃ શિક્ષણ ઉપર તમામ બાળકોનો સમાન અધિકાર છે. ધનાઢ્ય પરિવારના સંતાનોની સરખામણીમાં ગરીબ ઘરના બાળકો ભારે સંઘર્ષ બાદ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. ભારતમાં આવા અનેક ઉદાહરણો આપણે જોયા છે. રાંચીના ગ્રામીણ વિસ્તારની ગરીબ ઘરની દીકરી હવે દુનિયાની સર્વ શ્રેષ્ઠ મનાતી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરશે.
રાંચીના દાહો ગામની આ દીકરી સીમા કુમારીનો ધો-12માં અભ્યાસ કરે છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરશે. હાર્વર્ડમાં ચાર વર્ષના સ્નાતક પાઠ્યક્રમ માટે તેની પસંદગી થઈ છે. જેમાં વર્ષના રૂ. 61 લાખની પૂર્ણ સ્કોલરશિપ મળશે. શ્રમજીવી પિતા અને માટલીઓ વેચતી માતાની દીકરી સીમા પોતાના દમ ઉપર આ સિદ્ધિ હાંસલ કરી છે. પરિવારમાં વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરનારી સીમા પ્રથમ છે.
17 વર્ષિય સીમાએ જણાવ્યું હતું કે, હું પહેલા ગામની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વર્ષ 2012માં એક દિવસ ઘાસ લેવા જઈ રહી હતી. આ સમયે ગામની કેટલીક છોકરીઓ ફુટબોલ રમતી હતી. જેથી મારુ મન પણ ફુટબોલ રમવાનું થયું હતું. પરિવારજનોની મંજૂરી લઈને હું પણ ફુટબોલ રમવા માટે મેદાન જવા લાગી હતી. અહીં ખબર પડી કે, આ એક એનજીઓ યુવાનોનું વિશેષ કેમ્પનો હિસ્સો છે. જેથી હું આ સંસ્થા સાથે જોડાઈ હતી અને સતત રમતી થઈ. અહીં જ અંગ્રેજી ભાષા શીખી અને નવી છોકરીઓને ફુટબોલ શિખવાડવા લાગી.
ગયા અઠવાડિયે 2021 સ્નાતક અને કોચની એક યુવા વર્ગ કો કેમ્બ્રિજન, મેસાચુસેટ્સમાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં સીમા માટે એક પૂર્ણ છાત્રવૃતિ માટે રજૂઆત કરવામાં આવી હતી. સીમાને અશોકા વિશ્વવિદ્યાલય, મિડિલવરી કોલેજ અને ટ્રીનીટી કોલેજમાં પણ સ્વિકાર કરવામાં આવ્યો હતો.