Site icon Revoi.in

આર્ટીકલ 370 દૂર કરવાની મોદી સરકારની કામગીરીની પાકિસ્તાનની પૂર્વ પીએમની દીકરીએ કરી પ્રશંસા

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યાં છે. જેનો જમ્મુ-કાશ્મીરની કેટલીક રાજકીય પાર્ટીઓ અને પાકિસ્તાન સરકારો વિરોધ કર્યો હતો. જો કે, મોદી સરકારની આ કામગીરીની પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે પ્રશંસા કરી છે. એટલું જ નહીં વડાપ્રધાન ઈમરાન ખાનની કાયરતાને કારણે મોદી સરકારે આ પગલુ ભર્યાનું જણાવ્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની દીકરી મરિયમ નવાઝે જણાવ્યું હતું કે, ભારતે પાકિસ્તાનને સતત પછટાડ આપી હતી અને એ માટે ઇમરાન ખાનની અણઆવડત તથા કાયરતા જવાબદાર છે. ઇમરાન વારંવાર એવો આક્ષેપ કરે છે કે નવાઝ શરીફ નરેન્દ્ર મોદીનો દોસ્ત છે. પરંતુ ઇમરાને પોતે કશ્મીરને મોદીના હાથમાં સોંપી દીધું એ હકીકત કેમ ભૂલી જવાય. સાચ્ચા વડાપ્રધાન અને નકલી-બનાવટી વડાપ્રધાન વચ્ચે બહુ મોટો તફાવત છે. નવાઝ શરીફ અત્યારે વડાપ્રધાન હોત તો મોદી પોતે પાકિસ્તાન આવીને તેમને બિરદાવતા હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈમરાનખાન સરકારને પાડી દેવા માટે વિપક્ષોએ મોરચો માંડ્યો છે. તેમજ તમામ વિપક્ષ એક થઈ ગયા છે અને સમગ્ર દેશમાં રેલીઓ અને સભાઓ કરી રહ્યાં છે.